Rajkot News: પડધરીના દોમડામાં બહેનના ઘરે ભાઈનો ઝેર પી આપઘાતનો પ્રયાસ, રાજકોટ સારવાર અર્થે ખસેડાયો

જૂનાગઢમાં વૃદ્ધે એસિડ પી લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 14 Oct 2024 11:39 AM (IST)Updated: Mon, 14 Oct 2024 11:39 AM (IST)
rajkot-news-brother-attempts-suicide-by-drinking-poison-at-sisters-house-in-paddhari

Rajkot News: રાજકોટ નજીક આવેલા પડધરી તાલુકાના દોમડા ગામે બહેનના ઘરે રહેતા યુવાને કોઇ કારણોસર ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકે ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. અન્ય એક બનાવમાં જૂનાગઢમાં એક વૃદ્ધે એસિડ પી લીધું હતું. વૃદ્ધને પણ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા છે. બન્ને બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરી તાલુકાના દોમડા ભાયુના ગામે રહેતા ગોલુ સાગરસિંગ શ્રીનાવા નામનો 19 વર્ષનો યુવાન સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં દોમડા ગામે રહેતી તેની બહેન રેખાબેન પ્રકાશભાઈ ભાસ્કરના ઘરે હતો. એ સમયે કોઈ કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે મેટોડા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જુનાગઢમાં મજેવડી દરવાજા નજીક ભારત મિલ પાસે રહેતા હુસેનભાઈ ઉંમરખાન શેરવાની નામના 60 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા. ત્યારે એસિડ પી લીધું હતું. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.