Rajkot: પ્રેમિકા પાસે ફોન લેવા ગયેલ પ્રેમીને માર પડ્યો, સગાઓએ ધોકા ફટકારી પગ ભાંગી નાંખ્યો

કોઠારિયા સોલવન્ટમાં રહેતી યુવતી સાથે પ્રેમમાં પડેલો યુવક ફોન લેવા ગયો, ત્યારે તેના સગા જોઈ જતાં ધોકા લઈ તૂટી પડ્યા. માર ખાધા પછી પ્રેમિકા પરિણીત હોવાની જાણ થતાં યુવક ભાંગી પડ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 11 Oct 2025 05:44 PM (IST)Updated: Sat, 11 Oct 2025 05:44 PM (IST)
rajkot-news-boyfriend-assuat-by-relative-of-girlfriend-at-kothariya-solvent
HIGHLIGHTS
  • કોઠારીયા સોલવન્ટની ચોંકાવનારી ઘટના
  • યુવકને સારવાર અર્થે સિવિલમાં દાખલ કરાયો

Rajkot: રાજકોટ શહેરની માલધારી સોસાયટીમાં રહેતો યુવાન કોઠારીયા સોલવન્ટમાં પ્રેમિકા પાસેથી મોબાઈલ પરત લેવા ગયો હતો, ત્યારે પ્રેમિકાના સગા જોઈ જતાં યુવાન પર હુમલો કરી પગ ભાંગી નાખ્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. માર ખાધા બાદ પ્રેમિકા પરિણીત હોવાની જાણ થઈ હોવાનું યુવાને જણાવ્યું હતું.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માલધારી સોસાયટીમાં રહેતો રવિ પ્રવિણભાઈ સોલંકી નામનો 22 વર્ષનો યુવાન સાંજના ચારેક વાગ્યાના અરસામાં કોઠારીયા સોલવન્ટ પચ્ચીસવારીયા વિસ્તારમાં હતો. આ સમયે અજાણ્યા શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં રવિ સોલંકીને કોઠારીયા સોલવન્ટમાં રહેતી યુવતી સાથે પ્રેમ હતો. જેની પાસેથી તે ફોન લેવા ગયો હતો, ત્યારે યુવતીના સગા જોઈ જતાં માર મારી પગ ભાંગી નાખ્યો હતો. યુવતી સંબંધીઓએ માર માર્યા બાદ પ્રેમિકા પરિણીત હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પુત્ર પિતરાઈ બહેનને ભગાડી જતાં જેઠ-જેઠાણીએ દેરાણીનું માથું ફોડ્યું
ચોટીલામાં આવેલા ટાવર ચોક વિસ્તારમાં રહેતાં ગીતાબેન દિલીપભાઈ વાઘેલા (50) બપોરના અઢી વાગ્યાના અરસામાં ચોટીલા પોલીસ સ્ટેશન પાસે હતી, ત્યારે તેના જેઠ જગદીશ દેવા અને જેઠાણી કંચનબેને ઝઘડો કરી પથ્થરથી માર માર્યો હતો. ગીતાબેન વાઘેલાને માથાના ભાગે ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.

પ્રાથમિક પુછપરછમાં ગીતાબેનનો પુત્ર કપીલ હુમલાખોર દંપતિની પુત્રી અગાઉ ભગાડી ગયો હતો. જે પોકસો એકટના ગુનામાં કપીલ જેલમાં ધકેલાયો હતો. જે બાદ જામીન મુકત થયેલો કપીલ ફરી પિતરાઈ બહેનને એક માસ પૂર્વે ભગાડી જતાં બન્ને પરિવાર વચ્ચે ચાલતા ઝઘડાનો ખાર રાખી ગીતાબેન વાઘેલાની જેઠ-જેઠાણીએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના પગલે પોલીસે વધુ તપાસહાથ ધરી છે.