Rajkot: 8 વર્ષના ભાણેજને ઘરમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર કથીત મામાની ધરપકડ

3 દિવસમાં વિકૃત વ્યક્તિનો ભોગ બનવાની બીજી ઘટનાથી ચકચાર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 09 Nov 2024 07:16 PM (IST)Updated: Sat, 09 Nov 2024 07:16 PM (IST)
rajkot-news-8-years-boy-sexual-assault-by-neighbour

Rajkot: શહેરમાં શેરીમાં રમતા નાના બાળકો પણ હવે અસલામત છે.નાના બાળકોને મોટા ભાગે પાડોશીઓ કે સોસાયટીના વિકૃત વ્યક્તિનો ભોગ બનતા હોવાની અગાઉ પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.તેમજ બે દિવસ પહેલા માનેલા ભાઈએ મહિલાના ઘરે પહોંચી સગીર ભાણેજ પર બબ્બે વાર દુષ્કર્મનો ભોગ બનાવી હોવાની ઘટના તાજી છે, ત્યાં વધુ એક ઘટના સામે આવતા યુનિવર્સિટી રોડ વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. જેમાં યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં આવેલ આવાસ ક્વાર્ટરમાં રહેતા પરિવારના બાળક સાથે 45 વર્ષના વિકૃત પાડોશી શખ્સે શારીરિક અડપલા કરતા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં આવેલી એક આવાસ યોજનાના ક્વાટરમાં રહેતા પરિવારે તેના પડોશમાં જ રહેતા 45 વર્ષના રાકેશ પ્રભુદાસ ગંગદેવ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, તેનો માસૂમ પૂત્ર ઘર પાસે રમતો હતો, ત્યારે પાડોશી ભાભાએ બાળકને કોઇપણ પ્રકારની લાલચ આપી ઘરમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

આ ઘટનાથી બાળક ગભરાઈ જતા તે રડતા રડતા ઘરની બહાર નીકળી ગયું હતું અને આ અંગે પરિવારજનોએ તેમની ભાષામાં વાત કરતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળનો ગુનો નોંધી આરોપી રાકેશ પ્રભુદાન ગંગદેવ(ઉ.45)ને પકડી લઇ કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં રાકેશ અપરિણીત અને એકલવાયું જીવન જીવે છે. જ્યારે ભોગ બનનાર સગીર બાળકના માતાએ પાડોશી રાકેશને ધર્મનો ભાઈ બનાવ્યો હતો.