Rajkot: જસદણ અને ધારી પંથકમાં આખલાનો આતંક, ઢીંકે ચડાવતા યુવક અને વૃદ્ધની હાલત ગંભીર

ધારીનો યુવક 3 દિવસથી રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 15 Jul 2025 05:11 PM (IST)Updated: Tue, 15 Jul 2025 05:11 PM (IST)
rajkot-news-2-injured-in-bull-attack-in-jasdan-and-dhari-of-saurashtra
HIGHLIGHTS
  • આટકોટમાં વૃદ્ધને આખલાએ અડફેટમાં લીધા
  • ઝર ગામમાં આખલાએ બાઈક ચાલકને ઉલાળ્યો

Rajkot: રાજ્યભરમાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે અને લોકો તેનો ભોગ બની રહ્યાં હોવાની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે, ત્યારે જસદણનાં આટકોટ ગામે બાઈક ચાલક વૃદ્ધ અને ધારીના ઝર ગામે યુવાનને આખલાએ ઢીક મારી હતી. યુવક અને વૃદ્ધને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જસદણનાં આટકોટ ગામે રહેતાં દલસુખભાઈ બાવજીભાઈ પરમાર નામના 60 વર્ષના વૃદ્ધ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં આટકોટ ગામમાંથી પસાર થઈ રહ્યાં હતાં. આ સમયે રખડતાં આખલાએ ઢીંક મારતાં દલસુખભાઈ બાઈક પરથી નીચે પટકાયા હતાં.

જ્યારે બીજા બનાવમાં ધારીનાં ઝર ગામે રહેતા રૂપેશ જીણાભાઈ વાઘેલા નામના 30 વર્ષના યુવકને ત્રણ દિવસ પૂર્વે આખલાએ ઢીંક મારી હતી. યુવક અને વૃદ્ધને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.