Rajkot: ડબલ સવારી બાઈક ધડાકાભેર ડિવાઈડર સાથે ભટકાયું, રાતે ગરબા જોઈ પરત ફરી રહેલા બે જીગરજાન મિત્રોના કમકમાટીભર્યા મોત

ફૂલ સ્પીડમાં જઈ રહેલ બાઈક સવાર ટર્ન લઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવેલી ટ્રકની લાઈટથી આંખો અંજાઈ ગઈ હતી. જેના પરિણામે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયાની આશંકા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 26 Sep 2025 05:44 PM (IST)Updated: Fri, 26 Sep 2025 05:44 PM (IST)
rajkot-news-2-friend-died-in-bike-accident-on-kothariya-road
HIGHLIGHTS
  • મોડી રાતે ગરબા જોઈ પરત ફરતા મિત્રોને કોઠારીયા રોડ પર કાળ આંબી ગયો

Rajkot: રાજકોટ શહેરમાં નંદાહોલ પાસે ગરબી જોઈને ડબલ સવારી બાઈક પર પરત ફરી રહેલા બંને મિત્રો ની બાઈક ડિવાઇડર સાથે અથડાતા એક યુવાનનું મોતની નીપજ્યું હતું.જ્યારે બીજાની હાલત ગંભીર જણાતાં તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જયા તેમનું પણ મૃત્યુ નીપજતા બંને મૃતકોનાં પરીવારમા શોક છવાઇ ગયો છે . આ ઘટના મામલે ભક્તિનગર પોલીસ સ્ટાફે કાગળો કર્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સહકાર મેઇન રોડ નંદાહોલ પાસે આવેલા જમનાનગરમાં રહેતા મોહિત નિલેશભાઈ ટાંક(20) અને તેમનો મિત્ર મિહિર રાજેશભાઈ ગોસાઈ(18) બંને ગઈકાલે રાત્રે બાઈક લઇ ગરબા જોવા ગયા હતા. જ્યારે બંને રાત્રે એકાદ વાગ્યે ગરબી જોઇ પરત ફરતા હતા, ત્યારે નંદા હોલ પાસે બાઈક ડિવાઈડર સાથે અથડાતા બંનેને ગંભીર ઇજા થતાં તેઓને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જ્યાં સારવાર દરમિયાન મિહિર ગોસાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે મોહિતની હાલત ગંભીર હતી. જેમનુ સારવાર દરમ્યાન બપોરનાં સમયે મોત નીપજયુ હતુ. બંને જીગરજાન મિત્રોનાં મોત નીપજતા પરીવારમાં શોક છવાઇ ગયો છે.

પ્રાથમિક તપાસમાં મૃતક મિહિરના પિતા મજૂરી કામ કરે છે. મિહિર પરિવારનો એકનો એક પુત્ર હતો. જ્યારે તેની માતા સંગીતાબેન કેટરર્સનું કામ કરે છે.તેમજ મિહિર પોતે દુકાનમાં કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો.

જ્યારે મોહિત ટાંક બે બહેન અને એક ભાઈમાં નાનો હતો. તેમના માતાનું નામ મોહિનીબેન છે, તે પણ કેટરસનું કામ કરે છે. આ અકસ્માતની ઘટના બાદ મોહિતના અન્ય મિત્રએ બંનેના પરિવારને જાણ કરી હતી. બંનેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાતા પરિવારજનો પણ હોસ્પિટલે પહોંચ્યા હતા.

આ ઘટના મામલે હોસ્પિટલ ચોકીનાં રામશીભાઇ વરુ, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ અને ધર્મેન્દ્રભાઇ ચાવડાએ ભકિતનગર પોલીસને જાણ કરતા ભકિતનગર પોલીસ મથકનો સ્ટાફ તુરંત સિવીલ હોસ્પીટલે પહોંચી ગયો હતો. આ સમયે પોલીસે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,આ ઘટના બની ત્યારે એક ટ્રક વળાંક લેતો હતો એ સમયે બાઈક સ્પિડમાં હોય તેઓ ટ્રકની લાઈટથી અંજાઈ જતા બાઈક ડિવાઈડર સાથે અથડાયું હોવાની આશંકા છે. જોકે હાલ મોહિત બેભાન છે.મૃતકના પરિવારની ફરિયાદ પરથી કાર્યવાહી કરવામાં આવશે.