રાજકોટમાં 71 વર્ષ જૂની પરંપરા: કોઠારીયા નાકા મામા સાહેબ ગરબીમાં રમાય છે અદ્ભુત 'સળગતી હિંડોણી રાસ'

રાજકોટમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન કોઠારીયા નાકા પર આવેલી ઐતિહાસિક મામા સાહેબ ગરબીની પરંપરા અનોખી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 14 Oct 2026 03:12 PM (IST)Updated: Wed, 14 Oct 2026 03:12 PM (IST)
rajkot-navratri-2026-inside-kothariya-nakas-historic-mama-saheb-garbi-and-its-iconic-salagti-hindoni-raas

Rajkot Navratri 2026: રાજકોટમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન પરંપરાગત ગરબીઓનું વિશેષ મહત્વ જોવા મળે છે, જેમાં કોઠારીયા નાકા પર આવેલી ઐતિહાસિક મામા સાહેબ ગરબીની પરંપરા અનોખી છે. આ ગરબી મંડળના સંચાલક મોહિલ મકવાણાએ એક વિશેષ મુલાકાતમાં આ પ્રાચીન ગરબીના ઇતિહાસ, તૈયારીઓ અને ખાસ કરીને પ્રખ્યાત 'સળગતી હિંડોણી રાસ' વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

71 વર્ષ જૂની ગરબીની પરંપરા

આ ગરબી ખૂબ જ પ્રાચીન છે. જે છેલ્લા 70 વર્ષોથી અવિરત ચાલી રહી છે અને હાલમાં તે પોતાનું 71મું વર્ષ ઉજવી રહી છે. આ મંડળમાં 13 થી 14 વર્ષ કે તેથી નાની વયની બાળકીઓ અને યુવતીઓ માતાજીની આરાધના રૂપે ગરબા અને રાસ રજૂ કરે છે. અહીં અંદાજે 25 થી 30 અલગ-અલગ પ્રકારના રાસ પર્ફોર્મ કરવામાં આવે છે, જેમાંથી 10 થી વધુ મુખ્ય રાસ છે.

નાની બાળાઓ કરે છે અદ્ભુત રાસ

આ ગરબીનું મુખ્ય આકર્ષણ 'સળગતી હિંડોણી રાસ' છે. આ રાસમાં 4 થી 5 નાની બાળકીઓ પોતાના સિર પર ભીનો નેપકીન, તેના ઉપર કવર, ત્યારબાદ સળગતી હિંડોણી અને ગરબો રાખીને સંતુલન જાળવીને પ્રસ્તુત કરે છે.આ રાસ દરમિયાન ઉપર અને નીચે બંને હિંડોણીઓ સંપૂર્ણપણે અગ્નિથી પ્રજ્વલિત હોય છે અને વચ્ચે માતાજીનો ગરબો હોય છે, જે અદ્ભુત દ્રશ્ય સર્જે છે.