Rajkot Demolition: જંગલેશ્વરમાં મનપાનું 'મેગા ઓપરેશન', ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન બીજા દિવસે પણ યથાવત

ગઈકાલે 1,119 મકાનો પર બુલડોઝર ફર્યા બાદ આજે બાકી રહેલા તમામ દબાણો દૂર કરવામાં આવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 24 Feb 2026 09:47 AM (IST)Updated: Tue, 24 Feb 2026 09:47 AM (IST)
rajkot-municipal-corporation-mega-demolition-in-jungleshwar-day-2
HIGHLIGHTS
  • જંગલેશ્વર વિસ્તારમાં મનપાનું મેગા ડિમોલિશન
  • મેગા ડિમોલિશન કાર્યવાહીનો આજે બીજો દિવસ
  • ગઈકાલે કુલ 1,119 મકાનો પર બુલડોઝર ફર્યા

Jangleshwar Mega Demolition: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં દબાણ હટાવવાનું અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક 'મેગા ડિમોલિશન' હાથ ધરવામાં આવ્યું છે. ગતરોજ 23 ફેબ્રુઆરી, સોમવારથી શરૂ થયેલી આ કામગીરીનો આજે બીજો દિવસ છે. 

જંગલેશ્વરમાં મનપાનું મેગા ડિમોલિશન

રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલ માઈક્રો પ્લાનિંગને પગલે ગઈકાલે પ્રથમ દિવસે જ 1500 મકાનો પૈકી 1,119 મકાનો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. આજે સાંજ સુધીમાં બાકી રહેલી તમામ કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે. આ વિશાળ ઓપરેશનને અંજામ આપવા માટે મનપાએ 260 થી વધુ મશીનો મેદાનમાં ઉતાર્યા છે. જેમાં 64 થી વધુ JCB, 7 હિટાચી, 90 ટ્રેક્ટર, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સામેલ છે.

naidunia_image

7 ઝોન પાડી થઈ રહી છે કાર્યવાહી

સમગ્ર જંગલેશ્વર વિસ્તારમાં કામગીરી સરળતાથી થાય તે માટે તેને 7 અલગ-અલગ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો હતો. દરેક ઝોનની જવાબદારી ક્લાસ-1 કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી છે. તેમની સાથે ટેકનિકલ સ્ટાફ, સુપરવાઇઝર અને ફિલ્ડ કર્મચારીઓની મોટી ફોજ તૈનાત કરવામાં આવી છે.

ડિમોલિશન બાદ કાટમાળ ખસેડવાની પ્રક્રિયા  

રાજકોટ મનપાના ઇતિહાસમાં આ સૌથી મોટું અને વ્યવસ્થિત ડિમોલિશન છે. અગાઉથી કરેલા માઇક્રો પ્લાનિંગ અને પૂરતા પોલીસ બંદોબસ્તને કારણે કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. આજે બાકી રહેલા મકાનો તોડી પાડ્યા બાદ કાટમાળ ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહીથી જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા વર્ષો જુના દબાણો દૂર થશે અને શહેરના વિકાસ માટે નવો માર્ગ મોકળો થશે.