રાજકોટમાં વધુ એક આપઘાત: મારવાડી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી વિદ્યાર્થિનીએ ઝંપલાવ્યું

રાજકોટની મારવાડી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 19 વર્ષીય વિદ્યાર્થિનીના મૃત્યુની ઘટના સામે આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 19 Sep 2026 12:53 PM (IST)Updated: Sat, 19 Sep 2026 12:53 PM (IST)
rajkot-marwadi-university-girls-hostel-student-death-10th-floor-andhra-pradesh

Rajkot News: રાજકોટ શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં મોરબી રોડ પર આવેલી જાણીતી મારવાડી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ ખાતે એક યુવતીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌભાગ્ય વર્ષિતા નામની વિદ્યાર્થિનીએ સવારે અંદાજે 10:00 થી 10:15 વાગ્યાના અરસામાં હોસ્ટેલના 10મા માળેથી નીચે ઝંપલાવ્યું હતું.

મૂળ આંધ્રપ્રદેશની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી

મારવાડી યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર વર્ગીસ નિબિશ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, આ વિદ્યાર્થિની આંધ્રપ્રદેશની વતની હતી અને યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શાખામાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. સવારના સમયે બનેલી આ આઘાતજનક ઘટનાની જાણ યુનિવર્સિટીના સિક્યુરિટી સ્ટાફ દ્વારા ટેલિફોનિક જાણકારી મારફતે વહીવટી તંત્રને કરવામાં આવી હતી.

આપઘાત મામલે પોલીસે તપાસ શરુ કરી

ઘટનાની જાણ થતા જ કુવાડવા પોલીસ સ્ટેશનનો કાફલો અને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 108ની ટીમ દ્વારા યુવતીને મૃત જાહેર કરવામાં આવ્યા બાદ પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. આ મામલે પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાને પગલે યુનિવર્સિટી પરિસરમાં અને વિદ્યાર્થી વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.