Rajkot News: રાજકોટમાં રહેતા યુવકના નાણા શેરબજારમાં ડૂબી જતાં તેણે ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી એક પુત્રીએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો. યુવકનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં 40 ફૂટ રોડ પર આવેલ મુરલીધર સોસાયટીમાં રહેતા પ્રકાશ વલ્લભદાસ ગોંડલિયા નામનો 40 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો, ત્યારે બપોરના અરસામાં તેણે ઝેરી પાવડર પી લીધોહતો. યુવકને ઝેરની અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રકાશ ગોંડલીયા બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે. પ્રકાશ ગોંડલીયા અગાઉ દુબઇ રિફાઈનરીમાં નોકરી કરતો હતો. પરંતુ કોરોનાકાળ વખતેરિજેક્ટથઈ જતાં બે વર્ષથી ઘરે બેઠા હતા. પ્રકાશભાઈએ શેરબજારમાં રોકેલા નાણાં ડૂબી જતાં ચિંતામાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
