રાજકોટમાં 'લવ જેહાદ': ઈન્સ્ટાગ્રામ થકી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે દુષ્કર્મ આચર્યું, મદદગારી કરનાર યુવતી સહિત 4 સામે ગુનો

અફઝલ પરિણીતાને પરાણે દરગાહમાં લઈ જતો અને તાંત્રિક વિધિના ભાગરૂપે દોરો બાંધી પાણી પીવડાવતો હતો. ઈસ્લામ અંગેકાર કરવા ધમકીઓ આપતા પીડિતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 18 Jun 2026 06:04 PM (IST)Updated: Thu, 18 Jun 2026 06:04 PM (IST)
rajkot-love-jihad-instagram-friend-commits-rape-victim-attampt-suicide
ફાઈલ ફોટો

નરેન્દ્ર આહીર, Rajkot News: ગુજરાતમાં લવ જેહાદ અને ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ અટકવાનું નામ નથી લઈ રહી, ત્યારે રાજકોટમાં વધુ એક ચોંકાવનારો દૂષ્કર્મની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નામ છુપાવી પરિણીતા સાથે ઇન્સ્ટાગ્રામમાં સંપર્કને જૂનાગઢના વિધર્મી શખ્સે પરિણતાને ફસાવી તેને ધર્મપરિવર્તન કરવા પણ દબાણ કરી અને અલગ અલગ હોટેલમાં લઇ જઇ દુષ્કર્મ આચરી તેના ફોટા વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં પરણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ ગુનામાં મોરબીની એક યુવતિએ મદદગારી કરી હોવાની અને જુનાગઢ, અમદાવાદના બે શખ્સોએ ફરિયાદ અરજી પાછી ખેંચી લેવા બાબતે ધમકી આપી હોય આ મામલે વિધર્મી શખ્સ સહીત ચાર સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી મોરબીની એક યુવતીની ધરપકડ કરી છે.

આ મામલે ભોગ બનનાર પરણીતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જૂનાગઢના અફઝલ સીડા, મોરબીમાં રહેતી અનિશા તેમજ અમદાવાદના રવિ અને જૂનાગઢના વિજયનું નામ આપ્યું છે.

ભોગ બનાનારે ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી ચારેક મહિના પહેલા તેનો 'જિદ્દી બોય' નામની આઇડી ધરાવતા યુવક સાથે સોશિયલ મીડિયા મારફતે પરિચય થયો હતો. જે બાદ તેણીને મળવા માટે અફઝલ રાજકોટ આવ્યો હતો અને ગોંડલ રોડ પરની હોટેલમાં લઇ ગયો હતો. જ્યાં મોરબીની અનિશાએ અફઝલને મદદગારી કરી હતી. તેણીને અફઝલે હોટેલના રૂમમાં લઇ જઇ બળજબરી આચરી લીધી હતી અને તે વખતે ફોટો વીડિયો લઇ લીધા હતાં.

આ પછી જો તેણી કોઇને વાત કરશે તો તેનું લગ્ન જીવન ખરાબ કરી નાંખવાની ધમકી દીધી હતી. આ પછી અફઝલ અને અનિશાએ સતત અવાર-નવાર તેણીને બદનામ કરવા લાઇવ કરી હેરાન કરતાં આ મામલે તેણીએ પતિને જાણ કરતાં પોલીસમાં અરજી કરી હતી. આ અરજી પાછી ખેંચવા રવિ અને વિજય તેને ધમકી આપતાં હતાં. આ દરમિયાન તેણીને ખબર પડી હતી કે, 'જિદ્દી બોય' એ હિન્દુ નહિ પણ મુસ્લિમ છે અને તેનું નામ અફઝલ કારાભાઇ સીડા છે.

આશરે 2 મહિના પછી તેને ખબર પડી હતી કે, જે વ્યક્તિ સાથે તે વાત કરે છે તેનું સાચું નામ અફઝલ સીદા છે. મોરબીની અનિશા કાશમી નામની યુવતી જે અફઝલની સાગરીત તરીકે કામ કરતી હતી તેણે બંને વચ્ચે સંપર્ક કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

છેલ્લા છ મહિનાથી અફઝલ સીદા દ્વારા તેની ઉપર ધર્મ પરિવર્તન કરવા અને તેના ચાલુ લગ્નજીવનને તોડી નાખવા માટે સતત માનસિક દબાણ કરવામાં આવી રહ્યું હતું. એક તરફ અફઝલ ધમકાવતો હતો, તો બીજી તરફ તેની સાગરીત અનિશા પણ મને પતિ સાથેના સંબંધો તોડવા અને અફઝલ સાથે ભાગી જવા માટે મજબૂર કરતી હતી.

અફઝલ બળજબરીપૂર્વક અલગ-અલગ દરગાહ પર લઈ જતો હતો, ત્યાં કોઈ તાંત્રિક વિધિના ભાગરૂપે દોરો બાંધતો હતો અને પાણી પીવડાવતો હતો. આ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિઓ કર્યા બાદ તે પોતાને ઇસ્લામ અંગીકાર કરવા માટે સીધી ધમકીઓ આપતો હતો.

અફઝલ સાથેના તમામ સંબંધો કાપી નાખવાનો નિર્ણય કર્યો, ત્યારે અફઝલે આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની અને તેના પરિવારને બધનામ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયા પર લાઈવ થઈને તે મને ધમકીઓ આપતો હતો, જેના કારણે પરણીતા માનસિક તણાવમાં સરી પડી હતી અને ત્રાસથી કંટાળી પરિણીતાએ પોતાના ઘરે એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

જો કે તે સમયે પતિની નજર પડતા તેણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી જીવ બચાવી લીધો હતો. આ ઘટના બાદ પરિવારનો સપોર્ટ મળતા પોતે સામે આવી ન્યાયની ગુહાર લગાવી તાલુકા પોલીસમાં અરજી આપી હતી. જોકે આ અરજી પાછી ખેંચવા ભોગ બનનાર મહિલાને ધમકી અપાતી હતી. અંતે તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં ગુનો દાખલ થતાં પીએસઆઇ પી. જી. આલએ વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં તાલુકા પોલીસે હાલ મોરબીની અનીષાને સકંજામાં લઇ વધુ પુછપરછ શરૂ કરી છે.

 


'જિદ્દી બોય' નામે ઇન્સ્ટા.એકાઉન્ટ ધરાવતા વિધર્મીએ ચાર હિન્દુ યુવતીનું શોષણ કર્યાનો આક્ષેપ

ભોગ બનનાર પરણીતાએ જણાવ્યું હતું કે,સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે અફઝલ સીદા નામના યુવકના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં આ યુવકે પોતાની સાચી ઓળખ છૂપાવી હતી. અફઝલે પોતાનું નામ જીદ્દી બોય રાખ્યું હતું અને તેને પોતાની સાચી ઓળખ વિશે અંધારામાં રાખી હતી. અફઝલે આ રીતે નામ છુપાવી અગાઉ પણ અન્ય 4 હિન્દુ છોકરીઓને આવી જ રીતે પ્રેમજાળમાં ફસાવીને તેમનું શોષણ કર્યું હોવાનો આક્ષેપ કરવામ આવ્યો છે.

નામ બદલી લવ જેહાદ કરતા આવા તત્વો થી સમાજની અન્ય તમામ બહેનો-દીકરીઓએ સાવચેત રહી સોશિયલ મીડિયા પર અજાણ્યા શખ્સોના સંપર્કમાં ન આવે અને આવી કોઈ જાળમાં ફસાય તેવી ભોગ બનનાર મહિલાએ અપીલ કરી છે.

અફઝલ મુસ્લિમ સગીરાને ભગાડી જવાના કેસમાં વોન્ટેડ છે

ભોગ બનનાર પરિણીતાએ આક્ષેપ કર્યો હતો કે, આરોપી અફઝલ સીદા એક રીઢો ગુનેગાર છે અને તેની વિરૂદ્ધ અગાઉ પણ અલગ અલગ ગુના હેઠળ 3 વખત ફરિયાદ નોંધાઈ ચૂકી છે. અફઝલ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ સમાજની એક સગીરાને ભાગડી જવાના પ્રકરણમાં વોન્ટેડ છે, ત્યારે પોલીસ તેને હજુ સુધી પકડી શકી ન હોય આ અફઝલે પોતાની સાચી ઓળખ છૂપાવી પરિણીતાને ફસાવી હતી.

પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો ન હતો અને કોઈ અસરકારક કાર્યવાહી કરી ન હતી. જો પોલીસે સમયસર પગલાં લીધા હોત તો પરિણીતાને આપઘાત કરવાનો વારો ન આવ્યો હોત.

અફઝલની સાગરીત અનિશાએ તેને સમજાવી-ફોસલાવીને ફસાવી ગોંડલ રો-પર આવેલી હોટલમાં માત્ર બેસવા જવાના બહાને લઈ ગઈ હતી. હોટલમાં પહોંચ્યા બાદ અનિશાએ જ અફઝલ સાથે એક રૂમમાં મોકલી હતી. જ્યાં અફઝલે વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

હિન્દુ યુવતીઓનું બળજબરીથી ધર્માંતરણ ન કરવું જોઈએ: રામદાસ આઠવલે

હિન્દુ યુવતીઓને મુસ્લિમ સમાજ ના યુવકો સાથે સંપર્ક ન રાખવો જોઈએ ઘણા કેસમાં પોતાની મરજીથી હિન્દુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે કરતી હોઈ છે પરંતુ લવ જેહાદ તેમાં ન હોવું જોઈએ આ મામલે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે અને ધર્માંતરણ રોકવું જ જોઈએ