Rajkot: નેપાળી યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત, નાનાભાઈની પંખા પર લટકતી લાશ જોતા બહારથી આવેલો મોટાભાઈ હતપ્રભ

ઈન્દિરા સર્કલ નજીક કોમલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પોતાના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધીને સંજય ટમટા લટકી ગયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 20 Aug 2025 05:38 PM (IST)Updated: Wed, 20 Aug 2025 05:38 PM (IST)
rajkot-crime-news-nepali-youth-commit-suicide-by-hang-him-self-near-indira-circle
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • મૃતક અગાઉ સ્પામાં કામ કરતો હતો
  • આપઘાતનું કારણ અકબંધ

Rajkot: શહેરના યુનિ.રોડ પર ઇન્દિરા સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાતનો કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

ઇન્દિરા સર્કલ પાસે આવેલા કોમલ એપાર્ટમેન્ટમાં રહેતા મુળ નેપાળના વતની સંજય પ્રેમભાઇ ટમટા (ઉ.વ.20)નામના યુવાને આજે સવારે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલા પોતાના રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેનો મોટોભાઇ કામ સબબ બહાર ગયો હતો. જયાથી પરત ઘરે આવ્યો, ત્યારે નાનાભાઇએ લટકો જોઇ હતપ્રભ બની ગયો હતો.

આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ એક બહેનમાં નાનો અને અગાઉ સ્પામા કામ કરતા હતો. બે મહિના કામે જતો ન હોવાનુ જાણવા મળ્યુ છે. તેને આપઘાત શા માટે કરી લીધો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.