રાજકોટની યુવતી સાથે 'લવ, સેક્સ ઔર ધોખા': યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂ.4.25 લાખ પડાવ્યા

માધાપર ચોકડી નજીક રહેતો યુવક 3 વર્ષથી યુવતીને પાટીદાર ચોક નજીકના ફ્લેટમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દેહ ચુંથતો હતો. કારમાં ચાર્જિંગ વાયરથી ફટકારી પણ હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 26 Nov 2025 06:14 PM (IST)Updated: Wed, 26 Nov 2025 06:14 PM (IST)
rajkot-crime-news-boyfriend-raped-and-blackmail-girl-fir-in-university-police-station
HIGHLIGHTS
  • યુનિવર્સિટી પોલીસ મથકમાં મહિલા સહિત 2 વિરુદ્ધ ફરિયાદ દાખલ
  • યુવતીના લગ્ન સમયે આવી ખૂનની ધમકી આપીને લગ્ન પણ અટકાવી દીધા

Rajkot: શહેરમાં રહેતી યુવતીને ફસાવી શખ્સે સાધુ વાસવાણી રોડ પર ફલેટમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારી ન્યુડ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતાં. જેને વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી રૂ.4.25 લાખ પડાવી લીધા હતાં અને માર મારી યુવતીના લગ્ન સમયે આરોપી શખ્સ અને મહિલાએ આવી યુવતીના પરિચિતને જાનથી મારી નાખવાની ધમકી આપી લગ્ન અટકાવી દીધા હતાં. આ અંગે યુવતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે માધાપર ચોકડી પાસે રહેતા શખ્સ અને સાધુ વાસવાણી રોડ પર રહેતી મહિલા સામે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પીડિત યુવતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માધાપર ચોકડી પાસે રહેતાં મુકેશ રવજીભાઈ સોલંકી અને સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે રવિ એપાર્ટમેન્ટમાં રહેતી પ્રીતિ ઘેટીયાના નામ આપ્યા છે.

પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ યુવતીને જાળમાં ફસાવી ડિસેમ્બર 2022થી અત્યાર સુધીમાં પૂર્વયોજીત કાવતરું રચી આરોપી મુકેશ સોલંકી ફરિયાદીને સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે રવિ એપાર્ટમેન્ટના ફલેટમાં લઈ જઈ તેની સાથે મરજી વિરૂદ્ધ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યુ હતું.

આરોપીએ ફરિયાદીનાં ન્યૂડ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતાં બાદમાં પૂર્વયોજીત કાવતરાના ભાગરૂપે ફરિયાદીને ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદી પાસેથી કટકે કટકે રૂા.4.25 લાખ બળજબરીથી પડાવી લીધા હતાં અને આરોપી મુકેશે ફરિયાદીને પોતાની કારમાં ચાર્જિંગ વાયર અને કડા વડે માર માર્યો હતો.

જે બાદમાં ફરિયાદીનાં લગ્ન સમયે આરોપી મુકેશ અને પ્રીતિ બન્નેએ ધસી આવી ફરિયાદીના પરિચિતને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના લગ્ન રોકાવી દીધા હતાં. આમ બન્ને આરોપીઓએ પૂર્વયોજીત કાવતરું રચી ફરિયાદી ઉપર દુષ્કર્મ ગુજારી ન્યુડ ફોટા અને વીડિયો ઉતારી લઈ વાયરલ કરવાની ધમકી આપી રૂા.4.25 લાખ પડાવી લીધા હોય જે અંગે ફરિયાદીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં હેડ કોન્સ્ટેબલ જી.એસ.ઝાલાએ મહિલા સહિત બન્ને આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.