રાજકોટ-અમરેલી હાઈવે પર SMCનું મેગા ઓપરેશનઃ જેતપુર-રાજુલામાં દારૂના કટિંગ સમયે જ ટીમ ત્રાટકી, રૂ. 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ઘુસાડાવાના નેટવર્કનો પર્દાફાશ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 26 Feb 2026 08:44 PM (IST)Updated: Thu, 26 Feb 2026 08:44 PM (IST)
rajkot-amreli-highway-mega-crackdown-smc-seizes-rs-1-50-crore-liquor-during-cutting-operation
HIGHLIGHTS
  • કચ્છમાં પોલીસની ભીંસ વધતા બુટલેગરોએ સૌરાષ્ટ્રને સેન્ટર બનાવ્યું

Rajkot: કચ્છમાં દારૂના નેટવર્ક સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે તોડી પડ્યા બાદ કચ્છના બુટલેગરો દારૂ કટિંગમાં જૂનાગઢ અને અમરેલી પથંકમાં સક્રિય બન્યા છે. એવામાં SMCની ટીમે એક જ દિવસમાં રાજકોટ જેતપુર હાઇવે ઉપર પીઠડીયા પાસે અને રાજુલા નજીક ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન 1 કરોડનો વિદેશી દારૂ ઝડપી લઇ પડધરી,ગાંધીધામ,હરિયાણા અને રાજસ્થાન અને જામનગરના પાંચ શખ્સોની ધરપકડ કરી દારૂ મંગાવનાર અને સપ્લાયર સહીત 9 શખ્સોના નામ ખોલ્યા છે. આ બે દરોડામાં દોઢ કરોડનો મુદ્દમાલ કબજે કરવામાં આવ્યો હતો. જેતપુર પાસેથી પકડાયેલ દારૂ ભરેલા ટ્રકનું પાયલોટીંગ થતું હોવાનું ખુલ્યું હતું.

ગુજરાતમાં હરિયાણા પંજાબ તેમજ રાજસ્થાન,મહારાષ્ટ્રમાંથી જૂનાગઢ અને ગીર સોમનાથના જિલ્લાઓમાં વિદેશી દારૂ ઘુસાડવાનું નેટવર્ક ચાલતું હોય અને કચ્છમાં મોટા દરોડા બાદ હવે બુલેગરોએ દારૂના કટિંગનો રૂટ બદલી સૌરાષ્ટ્ર પંથકમાં દારૂ ઘુસાડવાનું મોટું આયોજન કર્યું છે.

જે અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય તેમજ એસ.પી મયુર ચાવડા દ્વારા SMCની ટીમને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વોચ રાખવા સૂચના આપી હતી. જેને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલે એક જ દિવસમાં બે દરોડા પડ્યા હતા. જેમાં પ્રથમ દરોડામાં રાજકોટ જેતપુર હાઇવે ઉપર પીઠડીયા ટોલ નાકા પાસેથી રૂ.51.90 લાખના વિદેશી દારૂૂ ભરેલા ટ્રક સાથે રાજસ્થાન કુલતાજપુરના નૌશાદ ઇશાકખાન હરિયાણા સોડકાના ખાલીન ખુસીદખાન, કચ્છ ગાંધીધામના હર્ષવર્ધન શિવરાજસિંહ શેખાવત,મનીષ દેવીલાલ પારગી,રાજકોટ પડધરીના નરેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો બલભદ્રસિંહ જાડેજાની ધરપકડ કરી હતી.

દારૂ ભરેલા ટ્રકનું પાયલોટીંગ કરવમાં આવી રહ્યું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ સહીત રૂ. 86.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડામાં મુખ્ય સપ્લાયર ગાંધીધામ કચ્છના શિવરાજસિંહ મદનસિંહ સેખાવત અને ચંડીગઢના મોહમ્મદ ઝફર જબ્બારનું નામ ખુલ્યું છે.

બીજા દરોડામાં રાજુલાના ભચાદર વડ રોડ પર આવેલ ખેતરમાં દારૂના કટિંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પડ્યો હતો. આ દરોડામાં રૂ.46,88,675 લાખની 15178 બોટલ વિદેશી દારૂ અને બીયરનો જથ્થો પકડાયો હતો. આ દારૂ મહારાષ્ટ્રના નાસિક, રાયગઢ,મહાલુંગી, ગોવા અને યુ.પીની દારૂ બનાવતી કંપની માંથી સપ્લાય થયો હોવાનું ખુલ્યું હતું.

આ દરોડામાં કુલ રૂૂ. 68,65,710ના મુદ્દમાલ સાથે જામનગર રણજીતનગરના ટ્રક ડ્રાઈવર વિજયભાઈ આલાભાઈ રામાભાઈ વાગોરાની ધરપકડ કરી હતી.તપાસમાં કુલ 8 શખ્સોના નામ ખુલ્ય છે જેમાં દાદુભાઈ સુરંગભાઈ ધાકડા (રહે. ગામ ભચાદર, તા. રાજુલા, જિ. અમરેલી (ખેતરના માલિક) વસીમ યુસુફભાઈ મકરાણી (રેસ. દરબારગઢ, જામનગર), શેલાર ધાકડા (રેસ. રાજુલા, જિલ્લો અમરેલી),અજય ખુમાણ (રેસ. ગામ વડ, તા. રાજુલા, જિલ્લો- અમરેલી) તેમજ ટ્રક નં. જીજે-36-ટી-6675 ના માલિક ઉપરાંત બોલેરો પિક અપ નં. જીજે-32-ટી-4179 ના માલિક તેમજ બોલેરો પિક અપમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ધારક મળી આવ્યો તોસિફ મુરાદભાઈ જોખિયાનું નામ ખુલ્યું છે. આમાં બન્ને દરોડામાં રૂૂ.1 કરોડનો દારૂૂ કબજે કરવામાં આવ્યો હતો.