Gujarat Monsoon 2024: છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં મેઘમહેર, રાજકોટના લોધિકામાં 4.6 ઈંચ વરસાદ વરસ્યો

Gujarat Monsoon 2024: હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં મેઘમહેર થઈ છે. એમાં પણ સૌરાષ્ટ્રમાં ગઈકાલે ભારે વરસાદ નોંધાયો છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 21 Oct 2024 08:47 AM (IST)Updated: Mon, 21 Oct 2024 08:49 AM (IST)
gujarat-monsoon-2024-rainfall-in-69-talukas-in-last-24-hours-rajkot-lodhika-received-4-6-inches-of-rain
HIGHLIGHTS
  • છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
  • સૌરાષ્ટ્રમાં ગઈકાલે ભારે વરસાદ નોંધાયો છે.

Gujarat Monsoon 2024: ગુજરાતમાં હજુ સુધીમાં મેઘરાજાની વિદાય થઈ નથી. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં મેઘમહેર થઈ છે. એમાં પણ સૌરાષ્ટ્રમાં ગઈકાલે ભારે વરસાદ નોંધાયો છે. રાજકોટના લોધિકામાં 4.6 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજકોટના લોધિકામાં 4.6 ઈંચ વરસાદ વરસ્યો છે. 4 તાલુકામાં 3 ઈંચ કરતા વધુ, 10 તાલુકામાં 2 ઈંચથી વધુ જ્યારે 22 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.

naidunia_image

આજની હવામાન વિભાગની આગાહી

આજની હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.