રાજકોટમાં ડુપ્લિકેટ તમાકુ બનાવતી ફેક્ટરી પર SOGનો છાપો, રૂ. 1.72 લાખની મત્તા સાથે બે સગા ભાઈઓની ધરપકડ

રાજકોટ SOG પોલીસે કુવાડવા રોડ પર જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ તમાકુ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ મામલે રૂ. 1.72 લાખના મુદ્દામાલ સાથે બે સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 28 Aug 2026 08:40 PM (IST)Updated: Fri, 28 Aug 2026 08:40 PM (IST)
fake-tobacco-factory-busted-in-rajkot-two-brothers-arrested-for-mixing-chemicals-and-perfumes

Rajkot: રાજકોટ શહેર SOG પોલીસને મોટી સફળતા સાંપડી છે. જેમાં SOGની ટીમે કુવાવડા રોડ પરથી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ તમાકું બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ મામલે રૂ.1.72 લાખના મુદ્દામાલ સાથે બે સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજકોટ શહેર SOG પોલીસની ટીમે બાતમીના આધારે કુવાડવા રોડ પર આવેલ હિરેન પરફ્યુમરી વર્કર્સ નામના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે કોઈ પણ જાતના ફૂડ અંગેના લાયસન્સ વિના જાણીતી બ્રાન્ડના નામે ડુપ્લિકેટ તમાકુનું ઉત્પાદન કરીને વેચાણ કરતાં બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમની ઓળખ હિરેન સોનેજી અને રાજુ સોનેજી તરીકે થઈ છે. 


બન્ને ભાઈઓની ધરપકડ કરવા સાથે પોલીસે સ્થળ ઉપરથી પ્લાસ્ટિકના 200 અને 500 ગ્રામના અલગ-અલગ કલરના તમાકુના પેકેટ, અલગ-અલગ સાઈઝની ખાલી તમાકુની ડબ્બીઓ, ખુલ્લી તેમજ સિલ્વર વરખ ધરાવતી તમાકું, સુગંધિત પ્રવાહી ભરેલા કેન, કથ્થાઈ કલરનો પાઉડર, તમાકુ પેક કરવાના મશીનો સહિત રૂ. 1.72 લાખનો મુદ્દામાલ કબજે કરીને ગોડાઉનને સીલ માર્યું છે.

કાચા તમાકુંમાં સ્વાદ વધારવા માટે પરફ્યુમ છાંટવામાં આવતું હતુ

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, સોનેજી બંધુઓ છેલ્લા પાંચેક વર્ષથી પાનમસાલાનો હોલસેલનો વેપાર કરે છે. તેઓ જેતપુરના ઈમ્તિયાઝ નામના ઈસમ પાસેથી છૂટક તમાકું લાવતા હતા. જે બાદ તેમાં જાણીતી બ્રાન્ડના જેવો સ્વાદ લાવવા માટે સુગંધિત પરફ્યૂમ છાંટીને તેને અસલ જેવો ટેસ્ટ આપીને બજારમાં વેચાણ કરતા હતા.