Sangitaben Barot: ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટે પદ પરથી રાજીનામું આપ્યું

પ્રમુખ બન્યા ત્યારથી જ સંગીતાબેન બારોટ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યા હતા. જો કે ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 19 Mar 2025 10:34 AM (IST)Updated: Wed, 19 Mar 2025 10:34 AM (IST)
dhoraji-municipality-president-sangeetaben-barot-resigns-from-her-post

Rajkot News: રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં ભાજપના પ્રમુખનો ભોગ લેવાયો છે. માત્ર 13 દિવસમાં રાજીનામું આપ્યું છે. નગરપાલિકાની કામગીરી ખૂબ જ હોય અને પ્રમુખની કાર્યક્ષમતાના હોય તેમજ અંગત પારિવારિક કારણોના લીધે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

naidunia_image

રાજીનામું આપ્યું

નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો વીડિયો વાયરલ થયો હતો. ધોરાજી નગરપાલિકાના પ્રમુખે રાજકોટ જિલ્લા કલેકટરને રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતાની સાથે જ મીડિયા સામે નિવેદન આપ્યું. વિવાદમાં સામે આવ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનના આદેશથી રાજીનામું આપ્યું કે કેમ?