Child Death: તળાજામાં તાંત્રિક વિધિ માટે ક્રુરતાપૂર્વક બાળકની હત્યા થઈ, પરિવારનો આરોપ, કહ્યું- ન્યાય નહિ મળે ત્યાં સુધી અવશેષો નહીં સ્વીકારીએ

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 29 Sep 2023 07:44 PM (IST)Updated: Fri, 29 Sep 2023 07:44 PM (IST)
child-brutally-murdered-for-tantric-ritual-in-talaja-family-alleges-says-wont-accept-remains-till-justice-is-done

Child Death: ભાવનગરના તળાજામાં ગઈકાલે એક બાળકની હત્યા કરાયેલી હાલતમાં ઘાશ મળી આવી છે. ક્રૂરતાની તો હદ વટાવી દીધી હતી. આ ઘટના એટલી ક્રુર હતી કે તેને જોતા ભલ ભલાના હૃદયમાં કંપારી છુટી જાય. આ હાલતમાં બાળકની લાશ મળી આવી હતી. જેને પગલે પોલીસને શંકા છે કે હત્યા કરનાર વ્યક્તિ કોઈ નજીકની કે જાણભેદુ વ્યક્તિ હોવી જોઈએ. જોકે પોલીસ અહીં તમામ પ્રકારના પાસા ઉપર તપાસ કરી રહી છે.

આ સમગ્ર મામલે પરિવાર તથા સ્વજનનો બાળકના અંગોના ટુકડા લઈને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે પહોંચ્યા હતા. જેમાં બાળક સાથે કોઈ તાંત્રિક વિધિ કરવા માટે તેની પર ક્રૂરતા આચરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ મૃતકના પરિવર્તઓએ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.

naidunia_image

મળતી માહિતી પ્રમાણે પાંચ વર્ષના બાળક સાથે કાંઈક અજુગતુ થયું હોવાની આશંકા સાથે તપાસ ચાલી રહી છે. આ સાથે પરિવારે આ હત્યા પાછળ તાંત્રિક વિધિની શંકા વ્યક્ત કરી છે. દરમિયાન પોલીસ માટે પણ  હત્યારાને શોધવો મોટો પ્રશ્ન બની રહ્યો છે. આ ઘટના તરફ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં બાળકના મૃત્યુનું કારણ જો સ્પષ્ટ નહીં થતું તો પરિવારે સંતાનના અંગોના અવશેષો નહીં સ્વીકારવા સુધીની ચીમકી ઉચ્ચારી છે. અત્યારે તો પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.