Jetpur Election Result: જેતપુર નગરપાલિકામાં ભાજપની જીત, જયેશ રાદડિયાએ કહ્યું: મારા વિરુદ્ધ બોલનારાઓને નાગરિકોએ મતદાન કરીને જવાબ આપ્યો

જયેશ રાદડિયા એ જીતેલા તમામ ઉમેદવારો અને અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત તેમને પાલિકા ખાતે આજીતની ઉજવણી કરી હતી.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 18 Feb 2025 04:05 PM (IST)Updated: Tue, 18 Feb 2025 04:05 PM (IST)
bjp-wins-jetpur-municipality-jayesh-raddia-reacts-citizens-voted-for-me-local-body-election-results

Jetpur Municipality Election Result 2025: ધારાસભ્ય જયેશ રાદડિયાના નેતૃત્વમાં જેતપુર નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. જયેશ રાદડિયા એ જીતેલા તમામ ઉમેદવારો અને અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત તેમને પાલિકા ખાતે આજીતની ઉજવણી કરી હતી.

જયેશ રાદડિયા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જેતપુરના નવાગઢના નાગરિકોએ નગરપાલિકામાં ભાજપને શાસન આપ્યું છે એ બદલ આભાર. આ ચૂંટણી પરિણામમાં કોંગ્રેસને એક બેઠક અને આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું નથી. આ પરિણામ બતાવે છે કે જેતપુર શહેર એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. જે પ્રમાણે આમ આદમીના પાર્ટીના નેતાઓએ બહારથી આવીને અપ્રચાર કર્યો, વાતાવરણ બગાડવાના પ્રયત્નો કર્યા અને મારા વિશે પણ ગમે તેમ બોલ્યા હતા. જેનો જવાબ હું આપી શકતો હતો પણ મને જેતપુર શહેરના મતદાતા ઉપર વિશ્વાસ હતો કે મતદાન કરીને આ લોકોને જવાબ આપશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જેતપુર નગરપાલિકામાં જે આ પક્ષ ઉમેદવારોની જીત થઈ છે તેમણે પણ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે. એ બદલ એમનો પણ આભાર વ્યક્ત કરું છું. આ સાથે પીઠડીયા તાલુકા પંચાયતની પણ આજે ચૂંટણીનું પરિણામ હતું. જેમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે.