Alpesh Dholariya: ગોંડલ મહિલા કોલેજમાં યોજાયો કાર્યક્રમ, અલ્પેશ ઢોલરિયાએ દીકરીઓ પાસે માગ્યુ મોટું વચન

અલ્પેશ ઢોલરિયાએ તેમના સંબોધનમાં દીકરીઓને સલાહ આપતા કહ્યું હતું કે, તમે મને બાપ ગણીને એક વચન આપો કે, અમે અમારા મા બાપનું નામ ક્યારેય નીચુ નબળું પડવા દઈએ.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 08 Apr 2025 12:43 PM (IST)Updated: Tue, 08 Apr 2025 12:43 PM (IST)
alpesh-dholariyas-inspiring-advice-to-daughters-at-gondal-womens-college-program

Alpesh Dholariya News: ગોંડલ મહિલા કોલેજમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના નેતા અલ્પેશ ઢોલરિયા ઉપસ્થિત રહ્યા હતા. અલ્પેશ ઢોલરિયાએ તેમના સંબોધનમાં દીકરીઓને સલાહ આપતા કહ્યું હતું કે, તમે મને બાપ ગણીને એક વચન આપો કે, અમે અમારા મા બાપનું નામ ક્યારેય નીચુ નબળું પડવા દઈએ.

અલ્પેશ ઢોલરિયાએ દીકરીઓને સંબોધતા કહ્યું કે, આપણા બાપનું નામ રોશન કરવા માટે સુરજ જેવું રહેવાનું. એવા કે લુખાની હેસિયત નથી હામું જોય શકે. એની નજર છે ને તમારા પેગમાં નીચે પડી જાય. હું ચોક્કસ કહી શકું કે મારો દીધો હોય તો મારે યા દીકરી લક્ષ્મી જન્મી પછી. તમારા પગલા થાય ને એ દી ફરી જાય. એના કર્મની ગતિ ફેરવી નાખે એવી તમારી અંદર તાકાત છે. જવેરાતનો ઢગલો કર્યો હોય ગમે ગમે એને દુખાવ થાય. તમે ગમે તે લુખાના હાથમાં જવેરાત આવવા દેવાય કે ને તિજોરી મુકાય.

તેમણે વધુમાં કહ્યું કે, હું તો ઘણી જગ્યાએ કહું છું કે મોદી સાહેબ છે ને મોદી સાહેબ. એ દેશના સર્વસ્વ પદ ઉપર તો છે પણ અત્યારે ખાલી દેશ ઉપર નહીં વિશ્વના નેતા મોદી સાહેબ કહી શકે. એના મૂળમાં એ છે કે ભારતની રાજનીતિમાં પહેલીવાર કોઈએ મહિલાઓના આશીર્વાદ લીધા હોય સંમેલન કરીને તો મોદી સાહેબે. હજારોની સંખ્યામાં આ જગદંબાના જેને આશીર્વાદ લાગી જાય. આ દુનિયાને વિશ્વનો કોઈ વ્યક્તિ એનો વાળ વાંકો કરી ના શકે. આ દીકરીયું છે એ ભારતનું ભવિષ્ય છે. તમારા થકી ભારતનું ભવિષ્ય ઘડાવાનું છે.

તેમણે એવું કહ્યું કે, અહી ગોંડલ તાલુકાના આગેવાન તરીકે હું એક દીકરીનો બાપ છું કે, તમે છે ને ચાંદ જેવી ન થાતી કે તમારી ઉપર દુનિયાના લુખા કોઈ રોઈને જોઈ શકે. આપણે આપણા બાપનું નામ રોશન કરવા માટે સુરજ જેવું રેવાનું કે ભાઈ લુખાની હેસિયત નથી હામું જોઈ શકે એની નજર છેને તમારા તેજમાં નીચે પડી જવી જોઈએ. તમારા બધા મા-બાપ ખૂબ મહેનત કરી અને તમારી ઉપર વિશ્વાસ મૂકીને તમને બધા મોકલતા હશે. એવા લોકો મને ખૂબ મળે છે કે દીકરીનો જેને યા જન્મ થાય ને એ ખુશ ખુશાલ હોય મારે યા લક્ષ્મી જન્મ થયો છે. હું ચોક્કસ કહી શકું કે મારો દી હીરો હોય તો મારે યા દીકરી લક્ષ્મી જનમી પછી.

તેમણે એવું પણ કહ્યું કે, આ દેશની દીકરીઓ છે ને આપણે આપણા મમ્મી પપ્પાને આપણે એટલું વચન આપી દઈને કે તમારું માથું અમે શરમથી ક્યારેય નીચે નહીં જવા દઈ. તમે ઠેકાણું ગોતશો ન્યાં અમારે લગન કરવા છે એ આ દીકરીયું નક્કી કરે ને તો દીકરીઓની સંખ્યા તેની વધે. સરસ કાર્યક્રમમાં બેઠા છો તમે. તમે મને એક બાપ તરીકે ઊંચો હાથ કરીને વચન આપશો કે અમે અમારા મા બાપનું નામ ક્યારેય નીચુ નબળું પડવા દઈએ. બજારમાં લોઢાના ટુકડા પડ્યા હોયને તો એની કદર ન હોય એને કાક લાગે તમારી વાત એટલે થાય કે તમે જવેરાત છો જવેરાતનો ઢગલો કર્યો હોય ગમે એમ ગમે એને એમ થાય લુખાવ તમે લઈને ઘરે લઈ જવી. થાય કે ન થાય ત લોખા ના હાથમાં જવેરા આવા દેવાય કે ને તિજોરી મુકાય તો તમે તમારા મા બાપની આબરૂ રૂપી તિજોરીમાં તમને સાચવી રાખો.