Rajkot News:રાજકોટના કોટેચા ચોકમાં આવેલી જય ધારેશ્વર ડેરી અને બજરંગવાડીમાં આવેલી અમૃત ડેરીફાર્મમાંથી પનીર લેતા પહેલા ચેતજો! આ ઉપરાંત આજી ડેમ ચોકડી પાસે આવેલી કનૈયાર ડેરી ફાર્મમાંથી શુધ્ધના નામે વેંચાતુ ઘી તેમજ મવડી મેઇન રોડ પર ઉદયનગર-1માં આવેલા જલારામ ઘી ડેપોમાં પણ શુધ્ધના નામે વેંચાતુ ઘી લેતા પહેલા ચેતવા જેવુ છે તેવો ઓનપેપર ભાંડાફોડ થયો છે. જ્યારે અંબિકા ટાઉન શીપમાં આવેલા શ્રી બાલાજી કોઠી આઇસ્ક્રીમનો મેંગો આઇસ્ક્રીમ લેવામાં પણ 100 વખત વિચારવુ પડે તેમ છે. ઉકત તમામ પેઢીમાંથી લેવાયેલા નમુના ફેઇલ થયા છે. પનીરમાં દૂધમાં અનઅધિકૃત ફેટ, પામની ભેળસેળ થઇ હોવાનું ખુલ્યુ છે.
ફૂડ વિભાગ દ્વારા "શ્રી અમ્રુત ડેરીફાર્મ આઇસ્ક્રીમ (બજરંગવાડી ચોક, પ્લોટ નં. 57/અ, ગ્રા.ફ્લોર દુકાન નં.-1, જામનગર રોડ, રાજકોટ. મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "પનીર(લુઝ)"નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટ નું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું તેમજ ફોરેન ફેટ ની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો "સબસ્ટાન્ડર્ડ"(ફેઇલ) જાહેર થયેલ છે.
જ્યારે "જય ધારેશ્વર ડેરીફાર્મ, (કોટેચા ચોક, કાલાવડ રોડ) મુકામેથી લેવામાં આવેલ "પનીર (લુઝ)"નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું નમૂનો "સબસ્ટાન્ડર્ડ"(ફેઇલ) જાહેર થયેલ છે. આ ઉપરાંત "જલારામ ઘી ડેપો, વિનાયક નગર, ઉદયનગર-1, અક્ષર પ્લાસ્ટિકની સામે, મવડી મેઇન રોડ, મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ (500 ખક ઙઊંઉ ઉંઅછ) "નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ ની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો "સબસ્ટાન્ડર્ડ" (ફેઇલ) જાહેર થયેલ છે.
જયારે "કનૈયા ડેરીફાર્મ, દિનદયાળ ઇન્ડ. એરિયા-1, શેરી નં-3, આજીડેમ ચોકડી પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "શુદ્ધ ઘી (લૂઝ)"નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ અને તલના તેલની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો "સબસ્ટાન્ડર્ડ" (ફેઇલ) જાહેર થયેલ છે. આ ઉપરાંત "શ્રી બાલાજી કોઠી આઇસ્ક્રીમ, વ્રજ અક્ષર શોપ નં.3, વસંત વાટિકા સામે, અંબિકા ટાઉનશિપ, મવડી, રાજકોટ. મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "શ્રધ્ધા કોઠી આઇસ્ક્રીમ (મેંગો) "નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ટોટલ સોલીડસ અને મિલ્ક ફેટ નું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું આવેલ હોવાથી નમૂનો "સબસ્ટાન્ડર્ડ" (ફેઇલ) જાહેર થયેલ છે. ઉક્ત તમામ પેઢી સામે ફૂડ એક્ટ મુજબ કાનુની પગલા લેવા માટે મનપાએ તજવીજ હાથ ધરી છે.
