રાજકોટ-મોરબી હાઇવે પર અકસ્માતઃ બે કાર અથડાતા માસૂમ માસિયાઇ ભાઇ-બહેનના મોત; બેને ઇજા

બે સાઢુભાઇના પરિવારની કારને રાત્રીના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં કાગડળી ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે ધસી આવેલી સ્કોપીયો કારના ચાલકે કારને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 15 Jan 2026 11:00 AM (IST)Updated: Thu, 15 Jan 2026 11:00 AM (IST)
accident-on-rajkot-morbi-highway-two-siblings-died-two-injured-in-car-collision

Rajkot News: રાજ્યભરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર-નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં વાંકાનેરથી મકરસંક્રાંતિ કરી બંને સાઢુભાઇનો પરિવાર રાજકોટના વાછકપર બેડી ગામે કાર લઇને આવતો હતો ત્યારે કાગડળી ગામ નજીક અન્ય કાર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં માસુમ માસિયાઇ ભાઇ-બહેનના મોત નિપજ્યા હતા. જયારે સાળી બનેવીને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરથી કાર લઇ રાજકોટ આવી રહેલા સગા બે સાઢુભાઇના પરિવારની કારને રાત્રીના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં કાગડળી ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે ધસી આવેલી સ્કોપીયો કારના ચાલકે કારને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.

naidunia_image

આ અકસ્માતમાં ગંભીર રીતે ધવાયેલા વાછકપર બેડી ગામના મોક્ષ અજયભાઇ બાબરીયા (ઉ.વ.4) અને તેની માસિયાઇ બહેન શ્રેયા અનીલભાઇ મદ્રેસાણીયા (ઉ.વ.9 માસ)નું મોત નીપજ્યુ હતું. જયારે અનિલભાઇ બાબરીયા અને તેમની સાળી ધર્મિષ્ઠાબેન વાઢુકીયાને ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક મોક્ષ તેના માતા-પિતાને એક નો એક પુત્ર હતો. જયારે શ્રેયા એકના એક ભાઇની એકની એક નાની બહેન હતી. બંને પરિવાર વાંકાનેર સંક્રાંત કરી વાછકપર બેડી આવી રહ્યો હતો. ત્યારે અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.