લોકલ ડેસ્કઃ ઉપલેટામાં એક 82 વર્ષના વયોવૃદ્ધે બાર વર્ષના બે બાળકોને લેઝર લાઈટ અપાવી દેવાની લાલચ આપી દુષ્કર્મ આચરતા અદાલતે આ વયોવૃદ્ધને 20 વર્ષ જેલ સજા ફરમાવતો હુકમ કર્યો છે. તેમજ છ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટામાં 12 વર્ષની ઉમરના બે તરૂણોને અકબર અહેમદ કાદરીએ પોતાની ઘરે બોલાવેલ હતા. બન્નેને લેઝર લાઇટ આપવાની લાલચ આપેલી. ત્યારબાદ વારાફરતી વારા બંને બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું અધમ કૃત્ય આચયું હતું.આ અંગે જો કોઈને વાત કરશો તો યતીમખાનામાં મોકલી આપીશ તેવી ધમકી આપી હતી. સમય સૂચકતા વાપરી ભોગ બનનાર એક બાળકએ આખા બનાવનો વિડીયો ઉતારી લીધેલો હતો. ત્યારબાદ અકબર અહેમદ કાદરી સામે પોક્સો એક્ટ તથા ભારતીય દંડ સંહિતાની કલમ 377 મુજબ ગુનો દાખલ થયો હતો.
આ ગુનામાં તપાસ દરમિયાન આરોપીને ઉપલેટાના સરકારી ડોક્ટર એમ. એ.વાળા પાસે તપાસ અર્થે લઈ જવામાં આવેલ હતા. ત્યાં ડોક્ટર રૂબરૂ બાળકો સાથેના શરીર સંબંધ કૃત્ય આચર્યાની કબુલાત આપેલી હતી. આ આખા બનાવના ચાર્જશીટ બાદ ભોગ બનનાર બાળકો વર્નરેબલ વીટનેસ હોવાથી પૂરતી કાળજીપૂર્વક તેમની જુબાની નોંધવામાં આવેલ હતી.ભોગ બનેલા બન્ને બાળકોએ આંખો બનાવ અદાલત સમક્ષ જણાવેલ હતો .તથા આરોપી અકબર અહેમદ કાદરીને ઓળખી બતાવેલા હતા. ત્યારબાદ સંયોગિક પુરાવાઓ નોંધવામાં આવેલા હતો .
તપાસ કરનાર અધિકારીની જુબાનીમાંવીડિયો ક્લિપ લક્ષમાં લેવામાં આવેલી હતી. જે ક્લિપ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમા મોકલવામાં આવેલી હતી. આ તપાસ દરમિયાન કોઈ છેડછાડ ન થયાનુ ફલિત થયું હતું. વિશેષમાં સરકારી વકીલ તરફથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો બાયોલોજી અને શિરોલોજી રિપોર્ટ ઉપર પણ ભાર દઈ જણાવેલું હતું કે ભોગબનનાર બાળકના ટીશર્ટ ઉપર આરોપી અકબર અહેમદ કાદરીના બ્લડ ગ્રુપના સીમેનના ચિન્હો મળી આવેલ છે.
આ તમામ સંજોગો ધ્યાને લેવામાં આવે એવી રજુઆત કરી હતી.આરોપી સાથે તેમની ઉંમરને જોઈને દયા રાખી શકાય નહીં. તેમના કારસ્તાનને જોઈને તકસીરવાન ઠરાવવા જોઈએ અને કડક આકરી સજા કરવી જોઈએ તેવી રજૂઆત એડિશનલ પબ્લિક પ્રોસિપ્યુટર કાર્તિકેય પારેખએ કરેલી હતી. નોંધનીય છે કે સામા પક્ષ તરફથી ડોક્ટરને રીકોલ કરવામાં આવેલ અને તેમની ફરીથી જુબાની બચાવવાનો પ્રયત પણ કરેલો હતો અને ભોગ બનનાર બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું નથી તેવું રેકર્ડ ઉપર લાવવા માટે પ્રયત્ન કરેલો હતો. સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવેલી કે આરોપી પક્ષ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કબૂલ રાખે છે બાળકોની ઉંમર માત્ર 12 વર્ષ છે પછી તેમાં બળજબરી હોય કે સહમતી હોય તેનું કોઈ મૂલ્ય નથી.બંને પક્ષોની દલીલોને સાંભળી અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલકુમાર મહેશચંદ શર્માએ આરોપી અકબર અહેમદ કાદરીને 20 વર્ષ સુધી જેલમાં રાખવાની સજા ફરમાવેલી હતી. તથા રૂપિયા 5000 +રૂપિયા 5000દંડ ફટકારેલ હતો.
