Porbandar News: પોરબંદર જિલ્લામા કોઈ ધંધો રોજગાર મળતો ન હોય અને એકલવાયું જીવન જીવતા એક યુવકે હતાશ થઈને પોતાનો જીવ ટૂકાવી લીધું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બગવદર પોલીસમાં આ મામલે જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. તેમજ આ અંગે પોલીસે વધુની તપાસ હાથ ધરી છે.
આર્થિક સંકડામણથી હતાશ યુવકનો આપઘાત
મળતી માહિતી મુજબ, પોરબંદરના સોઢાણા ગામે રહેતો 38 વર્ષીય નિલેશ માધાભાઈ ખરા નામનો યુવક છેલ્લા ઘણા સમયથી એકલવાયું જીવન ગાળી રહ્યો હતો. ઉપરાંત કોઈ કામ-ધંધો મળતો ન હોવાથી આર્થિક સંકડામણ ભોગવી રહ્યો હતો. લાંબા સમયથી એકલવાયુ જીવન જીવતો યુવક સતત માનસિક પીડાથી ત્રાસી ગયો હતો. આથી તેણે પોતાનું જીવન ટૂંકાવી દેવાનું નક્કી કર્યું હતું.
બગવદર પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી
કંટાળી ગયેલા યુવકે ઘરમાં ગળે ફાંસો ખાઇ લઈને આપઘાત કરી લીધો હતો. બગવદર પોલીસ સ્ટેશનમાં હસમુખ માધાભાઈ ખરાએ જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી, હાલ પોલીસ યુવકના આપઘાત મામલે વધુની તપાસ હાથ ધરાવી છે. તો ઉલ્લેખનીય છે કે, તાજેતરમા જ પોરબંદરમાં અગમ્ય કારણોસર એક આધેડે ગળેફાંસો ખાઈ લીધો હતો. જે મામલે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
