Gujarat Rain Report September 17: ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદી આંકડા અનુસાર, તા.16 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યાથી 17 સપ્ટેમ્બર 2026 સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના કુલ 51 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમૈાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં 0.63 ઇંચ નોંધાયો છે.
પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ
પોરબંદર જિલ્લાની વાત કરીએ તો, મેઘરાજાની સાર્વત્રિક મહેરબાની જોવા મળી છે, જિલ્લાના રાણાવાવ તાલુકામાં રાજ્યનો સૌથી વધારે 0.63 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પોરબંદર તાલુકામાં 0.51 ઈંચ અને કુતિયાણા તાલુકામાં 0.35 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના કુલ 8 તાલુકાઓમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં કેશોદમાં સૌથી વધુ 0.39 ઇંચ, જૂનાગઢ ગ્રામ્ય અને જૂનાગઢ સિટીમાં 0.24, માળિયા હાટીનામાં 0.20 ઇંચ, માણાવદરમાં 0.16 ઈંચ, માંગરોળમાં 0.12 ઇંચ, વંથલી અને ભેંસાણમાં 0.08 ઇંચ વરસાદ નોધાયો છે.
છોટાઉદેપુર અને વડોદરામાં વરસાદી ઝાપટાં
મધ્ય ગુજરાતના છોટાઉદેપુરના કદવાલ તાલુકામાં પણ 0.51 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જ્યારે સંખેડા તાલુકામાં 0.16 ઇંચ વરસાદ થયો છે. જ્યારે વડોદરા જિલ્લાની વાત કરીએ તો, વાઘોડિયામાં 0.35 ઈંચ અને કરજણ તાલુકામાં 0.12 ઇંચ વરસાદ થયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડના નાનાપોંઢામાં 0.24 ઇંચ, વાપીમાં 0.20 ઇંચ અને પારડી તાલુકામાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘમહેર
ગીર સોમનાથ જિલ્લાના પાટણ-વેરાવળ તાલુકામાં 0.35 ઇંચ વરસાદ થયો છે. તેમજ તાલાલામાં 0.20 ઇંચ, સુતરાપાડામાં 0.16 ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના પાંચ તાલુકાઓમાં વરસાદી હાજરી નોંધાઈ છે. સિહોર તાલુકામાં 0.28 ઈંચ, વલ્લભીપુરમાં 0.24 ઈંચ, પાલિતાણામાં 0.16 ઈંચ, ઘોઘામાં 0.12 ઈંચ અને ભાવનગર શહેરમાં 0.04 ઈંચ હળવો વરસાદ પડ્યો છે. બોટાદ જિલ્લાના મુખ્ય મથક બોટાદ તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 0.24 ઈંચ વરસાદ થયો છે. ઝાલવાડ પંથકના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં 0.20 ઈંચ અને લખતર તાલુકામાં 0.08 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાત તાલુકાવાઈઝ વરસાદી આંકડા (ઈંચમાં)
| Sr. No. | જિલ્લો | તાલુકો | વરસાદ (ઈંચમાં) |
|---|---|---|---|
| 1 | પોરબંદર | રાણાવાવ | 0.63 |
| 2 | પોરબંદર | પોરબંદર | 0.51 |
| 3 | છોટાઉદેપુર | કડવાલ | 0.51 |
| 4 | જૂનાગઢ | કેશોદ | 0.39 |
| 5 | વડોદરા | વાઘોડિયા | 0.35 |
| 6 | ગીર સોમનાથ | પાટણ-વેરાવળ | 0.35 |
| 7 | પોરબંદર | કુતિયાણા | 0.35 |
| 8 | ભાવનગર | સિહોર | 0.28 |
| 9 | ભાવનગર | વલ્લભીપુર | 0.24 |
| 10 | વલસાડ | નાનાપોંઢા | 0.24 |
| 11 | બોટાદ | બોટાદ | 0.24 |
| 12 | જૂનાગઢ | જૂનાગઢ તાલુકો | 0.24 |
| 13 | જૂનાગઢ | જૂનાગઢ સિટી | 0.24 |
| 14 | સુરેન્દ્રનગર | લીંબડી | 0.20 |
| 15 | જામનગર | જોડિયા | 0.20 |
| 16 | આણંદ | ઉમરેઠ | 0.20 |
| 17 | ભરૂચ | વાગરા | 0.20 |
| 18 | ભરૂચ | નેત્રંગ | 0.20 |
| 19 | વલસાડ | વાપી | 0.20 |
| 20 | ગીર સોમનાથ | તાલાલા | 0.20 |
| 21 | જૂનાગઢ | માળિયા હાટીના | 0.20 |
| 22 | ભાવનગર | પાલિતાણા | 0.16 |
| 23 | ગીર સોમનાથ | સુતરાપાડા | 0.16 |
| 24 | છોટાઉદેપુર | સંખેડા | 0.16 |
| 25 | જામનગર | કાલાવડ | 0.16 |
| 26 | દેવભૂમિ દ્વારકા | ભાણવડ | 0.16 |
| 27 | જૂનાગઢ | માણાવદર | 0.16 |
| 28 | સાબરકાંઠા | તલોદ | 0.12 |
| 29 | ભાવનગર | ઘોઘા | 0.12 |
| 30 | વડોદરા | કરજણ | 0.12 |
| 31 | દેવભૂમિ દ્વારકા | કલ્યાણપુર | 0.12 |
| 32 | જામનગર | જામજોધપુર | 0.12 |
| 33 | જૂનાગઢ | માંગરોળ | 0.12 |
| 34 | સુરેન્દ્રનગર | લખતર | 0.08 |
| 35 | રાજકોટ | ગોંડલ | 0.08 |
| 36 | રાજકોટ | ધોરાજી | 0.08 |
| 37 | અમરેલી | રાજુલા | 0.08 |
| 38 | આણંદ | ખંભાત | 0.08 |
| 39 | પંચમહાલ | ગોધરા | 0.08 |
| 40 | દાહોદ | સિંગવડ | 0.08 |
| 41 | ભરૂચ | આમોદ | 0.08 |
| 42 | નવસારી | ખેરગામ | 0.08 |
| 43 | જૂનાગઢ | વંથલી | 0.08 |
| 44 | જૂનાગઢ | ભેંસાણ | 0.08 |
| 45 | સુરત | પલસાણા | 0.08 |
| 46 | મહેસાણા | કડી | 0.04 |
| 47 | ભાવનગર | ભાવનગર | 0.04 |
| 48 | ડાંગ | ધ ડાંગ્સ | 0.04 |
| 49 | વલસાડ | પારડી | 0.04 |
| 50 | અરવલ્લી | ભિલોડા | 0.04 |
| 51 | અરવલ્લી | મોડાસા | 0.04 |
