Mahatma Gandhi Jayanti 2024: ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રાર્થના આત્માનો ખોરાક, મહાત્મા ગાંધીના સર્વ ધર્મ પ્રાર્થનાના વિચારોને આત્મસાત કરીને વિશ્વભરમાંથી લોકો કીર્તિ મંદિર આવીને નવું બળ મેળવે છે, અહિંસાના પૂજારી ,સત્ય અને સ્વચ્છતાના આગ્રહી મહાત્મા ગાંધીએ ભારતના આઝાદી સંગ્રામમાં સમગ્ર વિશ્વને નવો રાહ ચીંધ્યો -ગરીબ કલ્યાણ, આત્મનિર્ભરતા અને પર્યાવરણીય સુરક્ષા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના અંત્યોદયના વિચારોને સાકાર કર્યાં છે. આત્મનિર્ભરતા, ગરીબ કલ્યાણ અને પર્યાવરણ આધારિત ગાંધી વિચાર મૂલ્યોને ચરિતાર્થ કરીને ભારતને વિકસિત, ઉન્નત અને અમૃતમય બનાવીએ.
મુખ્યમંત્રીએ સ્વચ્છતા પર ભાર મુક્યો
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના વિચારોને આત્મસાત કરવા 10 વર્ષ પહેલા સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યું જે દેશભરમાં ઘર ઘર સુધી પહોંચ્યું અને સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને તે માટે પ્રેરણા મળી .સ્વચ્છતા એ જન ભાગીદારીનું કાર્ય છે અને એ આપણે સાર્થક કર્યું છે. આત્મનિર્ભરતા, ગરીબ કલ્યાણ અને પર્યાવરણ આધારિત વિકાસના સંકલ્પ સાથે ગાંધી વિચાર મૂલ્યોને ચરિતાર્થ કરીને ભારતને વિકસિત, ઉન્નત અને અમૃતમય બનાવવા આપણે સૌ પ્રતિબદ્ધ થઈએ.
અનેક નેતાઓ હાજર રહ્યા
આ અવસરે જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ મુખ્યમંત્રીને ચરખો અર્પણ કર્યો હતો. કીર્તિ મંદિર સર્વધર્મ પ્રાર્થના સભામાં પાણી પુરવઠા મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમાર, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ચેતનાબેન તિવારી, પૂર્વ મંત્રી બાબુ બોખીરિયા, ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહી પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સરકારી શાળાના શિક્ષકોના કલાવૃંદ દ્વારા ખૂબ જ ભાવમય રીતે સર્વધર્મ પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી.
