Thakor Samaj New Rules: હાલમાં જ પાટણ ખાતે ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન યોજાયું હતું. જે અંતર્ગત નવા બંધારણનું વાંચન કર્યા બાદ, શપથ લેવામાં આવ્યા હતા. આ બંધારણ (Thakor Samaj Bandharan) હેઠળ સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા અને સભ્ય સમાજની રચના કરવા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા.
ઠાકોર સમાજનું નવું બંધારણ
આ બંધારણના અમલ માટે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંકલન સમિતિની રચના કરવામાં આવશે. નોંધનીય છે કે, આગામી 4 જાન્યુઆરીના રોજ બનાસકાંઠાના ઓગાડ ગામ ખાતે ઠાકોર સમાજનું મહાસંમેલન (Thakor Samaj Mahasamelan) યોજાશે. આ તકે ત્રણેય જિલ્લાના 27 તાલુકાના નવા બંધારણને વિધિવત લાગુ કરવામાં આવશે.



સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું…
આ તકે ઉપસ્થિત રહેલા સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે,"દરેક બાબત કે વસ્તુની એક હદ હોય છે. આ હદથી સમાનતા આવે છે. જેમ કે જાન કે સગાઈમાં કેટલા લોકો લઈ જવા તે બધાને લાગુ પડે. આવા નિયમથી સમાજમાં સમરસતા અને સમાનતા આવે છે. આ ઉપરાંત પ્રસંગમાં થતા વધુ ખર્ચને અટકાવી અને સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવે તો આ બચત શિક્ષણ અને સમાજ સેવામાં વાપરી શકાય છે."



નવા બંધારણના મહત્વના નિયમો
- સગાઈમાં માત્ર 21 લોકોએ જવું, કુટુંબ કે સગા સિવાય અન્ય કોઈને આમંત્રણ નહીં.
- સગાઈમાં નાળિયેર અને એક રૂપિયો આપવો, સગાઈ બાદ ફેટો બંધાવવાની પ્રથા બંધ
- તમામ પ્રકારના પ્રસંગોમાં ઓઢામણા પ્રથા બંધ, લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ
- પ્રસંગની પત્રિકા નહીં, માત્ર સાદુ કાર્ડ રાખવું
- સનરોફ ગાડીમાં જાન લાવવાની પ્રથા બંધ, 11 થી વધુ વાહન લઈ જવા નહીં.
- જાનમાં કુલ 100 થી વધુ વ્યક્તિ ન લઈ જવા, જાન-વરઘોડો કે મામેરામાં DJ પર પ્રતિબંધ
- લગ્નમાં હલ્દી રસમ, એન્ટ્રી મારવા સહિતની અન્ય કોઈ રસમ બંધ કરવી
- જમણવારમાં એક મીઠાઈ, દાળ-ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી, રોટલા અને પુરી.
- જન્મદિવસની ઉજવણી બંધ, ખુશી પેટે સેવા સંસ્થામાં ફાળો આપવાનો
- મૈત્રી કરાર અને ભાગીને પ્રેમલગ્ન કરનારને સમાજ નહીં સ્વિકારે
