પાટણના 21 વર્ષીય મિલિંદ ત્રિવેદીએ વકીલો માટે બનાવ્યું AI પ્લેટફોર્મ 'LawBot Express', 17 મહિનાની મહેનત બાદ સફળતા

પાટણના 21 વર્ષીય મિલિંદ ત્રિવેદીએ 17 મહિનાની આકરી મહેનત બાદ વકીલો માટે 'LawBot Express' નામનું AI લીગલ રિસર્ચ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટના ચુકાદાઓ અને નવા કાયદાઓ માટે ઉપયોગી આ ટૂલ વિશે વાંચો વિગતવાર.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 09 Sep 2026 02:23 AM (IST)Updated: Wed, 09 Sep 2026 02:23 AM (IST)
patans-milind-trivedi-creates-ai-legal-platform-lawbot-express

LawBot Express AI Legal Research Platform: આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દરેક ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહ્યું છે, ત્યારે પાટણના 21 વર્ષીય યુવાન મિલિંદ ત્રિવેદીએ કાનૂની ક્ષેત્રે એક અનોખો અને ઉપયોગી આવિષ્કાર કર્યો છે. મિલિંદે 17 મહિનાની આકરી મહેનત બાદ વકીલો, ન્યાયિક ક્ષેત્રના નિષ્ણાતો અને કાયદાના વિદ્યાર્થીઓ માટે 'LawBot Express' નામનું દેશનું અદ્યતન AI આધારિત Legal Research Platform વિકસાવ્યું છે.

આ પ્લેટફોર્મનો મુખ્ય હેતુ વકીલોના કિંમતી સમયની બચત કરવાનો અને તેમને રિસર્ચમાં ચોક્કસ દિશા પૂરી પાડવાનો છે.

પિતાની રાત્રિની મહેનતમાંથી મળ્યો આઈડિયા

ઈન્ટિગ્રેટેડ લો (Integrated Law)નો અભ્યાસ કરતા મિલિંદ ત્રિવેદીના પિતા દર્શક ત્રિવેદી વ્યવસાયે વકીલ છે. મિલિંદે પોતાના પિતાને અડધી રાત સુધી જાગીને કેસના જૂના ચુકાદાઓ (Judgments) અને કાયદાકીય મુદ્દાઓનું કલાકો સુધી મેન્યુઅલ રિસર્ચ કરતા જોયા હતા. ખાસ કરીને તાલુકા અને જિલ્લા કક્ષાના વકીલો પાસે મોટા લીગલ ડેટાબેઝ કે રિસર્ચ આસિસ્ટન્ટની સુવિધા હોતી નથી, જેથી તેમને કેસની તૈયારીમાં ભારે મુશ્કેલી પડે છે. પિતાની આ મુશ્કેલી જોઈને મિલિંદને એક એવા સોફ્ટવેર બનાવવાનો વિચાર આવ્યો જે સેકન્ડોમાં સચોટ ચુકાદા શોધી આપે.

'LawBot Express'ની મુખ્ય વિશેષતાઓ

વિશાળ કાનૂની ડેટાબેઝ

આ પ્લેટફોર્મમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા (Supreme Court of India), દેશની તમામ 25 હાઈકોર્ટ (High Courts) તેમજ વિવિધ ટ્રિબ્યુનલ્સ અને જ્યુડિશિયલ ફોરમના લાખો ચુકાદાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્માર્ટ ડ્રાફ્ટિંગ અને રિસર્ચ

વકીલો પોતાના કેસની હકીકત કે લીગલ ઈશ્યુ (Legal Issue) ટાઈપ કરીને સેકન્ડોમાં સંબંધિત કાયદાની કલમો, રેફરન્સ કેસ અને Research Direction મેળવી શકે છે. આ ઉપરાંત પિટિશન (Petition), એપ્લિકેશન (Application) અને રિપ્લાય (Reply) માટેનું પ્રાથમિક ડ્રાફ્ટ પણ તૈયાર કરી શકાય છે.

હાલ્યુસિનેશન મુક્ત

સામાન્ય AI ટૂલ્સ ઘણીવાર કાયદાકીય કેસમાં કાલ્પનિક કે ખોટી વિગતો આપે છે. પરંતુ LawBot Expressમાં ચકાસી શકાય તેવી સંપૂર્ણ કાનૂની માહિતી (Verifiable Authorities) પર જ ધ્યાન આપવામાં આવ્યું છે.

નવા ભારતીય કાયદાઓનો સમાવેશ

તાજેતરમાં અમલમાં આવેલા નવા ફોજદારી કાયદાઓ - ભારતીય ન્યાય સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (BSA)ના સંદર્ભમાં પણ આ ટૂલ ત્વરિત રિસર્ચ પૂરું પાડે છે.

ત્રણ ભાષાઓમાં સુલભતા

પ્રાદેશિક ભાષાના વકીલો સરળતાથી કામ કરી શકે તે માટે આ પ્લેટફોર્મ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

સિનિયર એડવોકેટો દ્વારા સરાહના અને નિઃશુલ્ક સુવિધા

ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ અસીમ પંડ્યા અને સિનિયર એડવોકેટ સુનિલ શાહ સહિત રાજ્યના અગ્રણી વકીલોએ મિલિંદના આ પ્રયાસને બિરદાવ્યો છે.

નાના શહેરો, તાલુકા કક્ષાના વકીલો અને કાયદાના વિદ્યાર્થીઓ સુધી ટેક્નોલોજી પહોંચે તે માટે દરરોજ ૨ Legal Research Queries નિઃશુલ્ક વાપરવાની સુવિધા આપવામાં આવી છે. મિલિંદ ત્રિવેદીએ સ્પષ્ટ કર્યું છે કે આ સોફ્ટવેરનો હેતુ વકીલનું સ્થાન લેવાનો નથી, પરંતુ વકીલ માટે એક અત્યંત કાર્યક્ષમ ડિજિટલ રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે મદદરૂપ થવાનો છે.