Patan News: સાંતલપુર તાલુકાની પીપરાળા ચેકપોસ્ટ પરથી ખાનગી લકઝરી બસમાં રાજસ્થાનના યુવાન પાસેથી પોલીસે રૂ.500ના દરની 446 બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવી હતી.રાજસ્થાની યુવાન બિકાનેરથી કચ્છના માંડવી ખાતે તેના મિત્રએ નકલી ચલણી નોટો આપી હોવાનું ખુલ્યું.સમગ્ર મામલે પોલીસે FSL અને બેંકની મદદથી વધુ તપાસ હાથ ધરીને યુવાન સહિત 2 વ્યકિત સામે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજસ્થાનના બિકાનેર ખાતે રહેતા અને મોરબી ખાતે ખાનગી કંપનીના ગોવિંદ ઓટો મેટીવ નામના વર્ક શોપમાં નોકરી કરતો ગણેશ કામત નામનો યુવક 12મી ફેબ્રુઆરીએ બપોરના 1 વાગ્યા આસપાસ ગણેશ ટ્રાવેલ્સમાં બિકાનેરથી મોરબી આવવા રવાના થયો હતો.
આ બસ ગુજરાતના બનાસકાંઠા થઈ પાટણ જિલ્લામાં પ્રવેશી કચ્છ થઈ મોરબી તરફ જતી હતી. ત્યારે આ બસમાં મુસાફરી કરતા એક યુવાન પાસે બનાવટી ચલણી નોટો હોવાની બાતમી સાંતલપુર પોલીસને મળતા 13મી ફેબ્રુઆરીએ વહેલી સવારે ચેકપોસ્ટ સાંતલપુર પોલીસ દ્વારા વોચ ગોઠવી હતી ત્યારે સવારે 6 વાગ્યા આસપાસ બસ આવતા પોલીસ દ્વારા બસ ઊભી રખી બસની અંદર તપાસ કરતા યુવાન બસની સીટ ઉપરના ભાગે સૂતેલો મળી આવ્યો હતો.
પોલીસે યુવાનને નીચે ઉતારી તપાસ કરતા તેના પર્સમાંથી 500ના દરની 6 બનાવટી નોટ મળી આવી હતી. જ્યારે તેના કપડાના થેલાની તપાસ કરતા તેમાંથી રૂ 500ના દરની બનાવટી ચલણી નોટોના બંડલો મળ્યા હતા. પોલીસે યુવાન પાસેથી રૂપિયા 2,23,000ની 500ના દરની કુલ 446 બનાવટી ચલણી નોટો મળી આવીતા પોલીસે યુવાનની પૂછતાછ કરતા તેને આ નોટો તેના મિત્રએ આપી હોવાનું જણાવ્યું હતું, પોલીસે બેન્ને સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
