Patan પાલિકામાં 5 એપ્રિલ સુધી ઓનલાઇન વેરા સ્વીકારવાનું બંધ, 6 એપ્રિલથી સ્વીકારાશે 'નવા વર્ષના નવા વેરા'

પાટણ નગરપાલિકામાં ઇ-નગર સોફ્ટવેર અપડેશન અને યર એન્ડિંગને લીધે 5 એપ્રિલ સુધી વેરા સ્વીકારવાની કામગીરી બંધ રહેશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 03 Apr 2026 12:47 PM (IST)Updated: Fri, 03 Apr 2026 12:47 PM (IST)
patan-municipality-tax-collection-closed-till-5-april-new-financial-year-taxes

Patan News: પાટણ નગરપાલિકામાં નવાં ફાઈનાન્શિયલ યર 2026-27 માટે સંયુક્ત વેરો સ્વીકારવાની કામગીરી તારીખ 6 એપ્રિલના રોજ શરુ થશે. જોકે, હાલમાં ઇ-નગર સોફ્ટવેરના અપડેશન અને યર એન્ડિંગની પ્રક્રિયાને લીધે 5 એપ્રિલ સુધીમાં વેરા સ્વીકારવા સહિતની તમામ ઓનલાઇન કામગીરી બંધ રખાઈ છે.

નવા વર્ષે વેરા અંગે સ્પષ્ટતા

નગર પાલિકાએ કરદાતાઓ માટે નવા વર્ષના વેરા ભરવા અંગે સ્પષ્ટતા કરાઈ છે. રાજ્ય સ્તરે વેરા વિભાગના કોમ્પ્યુટરો અને ડેટા જનરેટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કરવેરા સોફ્ટવેરને નવા વર્ષ અનુસાર અપડેટ કરવામાં આવી રહેલ હોવાથી હાલમાં ટેક્નિકલ કારણોથી વેરા સ્વીકારની કામગીરી બંધ કરવામાં આવી છે.

5 એપ્રિલ સુધી કામગીરી બંધ

વેરો સોફ્ટવેર અપડેટ થયા પછી આગામી 6 એપ્રિલના રોજ નગરપાલિકામાં વેરા ભરી શકાશે.નગરપાલિકા દ્વારાલ વિસ્તારના તમામ લોકો અને કરદાતાઓને જાણકારી મળે માટે પાલિકાના વેરા શાખા દ્વારા લેખિત સૂચના દર્શાવવામાં આવી છે. આ સૂચના મુજબ, 5 એપ્રિલ સુધીમાં વેરા સ્વીકારની અને ઈ-નગર સોફ્ટવેરથી સંબંધિત બધી કામગીરી બંધ રહેશે.