ગેરકાયદેસર કતલખાના પર પાટણ પાલિકાની તવાઈ: 43 યુનિટ સીલ કર્યા, શિંગડા અને હાડકા સહિત 2 ટન કચરાનો નિકાલ

પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા ગેરકાયદેસર કતલખાના સીલ કરવા સાથે નળ, વીજ લાઈન અને ભૂગર્ભ કનેક્શન પણ કાપવામાં આવ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 05 Jan 2026 04:48 PM (IST)Updated: Mon, 05 Jan 2026 04:48 PM (IST)
patan-municipal-team-seals-43-illegal-slaughterhouses-amid-police-protection
HIGHLIGHTS
  • પાટણમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના પર કાર્યવાહી
  • નગરપાલિકા તંત્ર દ્વારા 43 યુનિટ સીલ કરવામાં આવ્યા
  • નળ કનેક્શન, વીજ લાઈન અને ભૂગર્ભ કનેક્શન પણ કાપ્યા

Patan illegal slaughterhouse: આજરોજ સોમવારે પાટણ શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના વિરુદ્ધ નગરપાલિકા તંત્રએ કડક વલણ અપનાવતા 43થી વધુ ગેરકાયદેસર કતલખાના સીલ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી પહેલા તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

ગેરકાયદેસર ચાલતા કતલખાના સામે કડક કાર્યવાહી

આજે વહેલી સવારે પાટણ નગરપાલિકા ટીમે ગેરકાયદેસર ચાલતા કતલખાના સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વોટર વર્કસ ટીમ, ભૂગર્ભ શાખા, ટાઉન પ્લાનિંગ અને વેરા શાખા સહિત GEB ટીમો જોડાઈ છે. આ ઉપરાંત સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ વિભાગ પણ જોડાયો છે.

naidunia_image

43 થી વધુ કતલખાના સીલ કર્યા

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, પાટણ શહેરના ખાટકીવાડમાં ગેરકાયદેસર સ્લોટર યુનિટ ચાલી રહ્યા હતા. આવા 43 થી વધુ કતલખાના સીલ કરવામાં આવ્યા છે. આ અંગે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત આવી હતી, જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. આ યુનિટો જરૂરી મંજૂરી કે નિયમો વગર ચાલી રહ્યા હતા.

આ પણ વાંચો: Patan: ગેરકાયદેસર સ્લોટિંગ યુનિટ સીલ નહીં થાય? પાલિકાની ટીમ કાર્યવાહી કર્યા વગર કેમ પરત ફરી?

વીજ લાઈન અને ભૂગર્ભ કનેક્શન કાપ્યા

પાટણ શહેરના કસુંબીયા પાડા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના સીલ કરવામાં આવ્યા છે. આ તકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ ઉપરાંત કડક કાર્યવાહી હેઠળ નળ, વીજ લાઈન અને ભૂગર્ભ કનેક્શન પણ કાપવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક ઘરોમાંથી માંસ-મટનનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

naidunia_image

ભોંયરામાંથી 250 કિલો કરતાં વધુ ચામડું મળ્યું

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું કે, એક ભોંયરામાંથી 250 કિલો કરતા વધુ ચામડું મળ્યું છે. આ ઉપરાંત સ્લોટ કરવાના સાધનો જપ્ત કરી અને અસ્વચ્છ અવસ્થામાં મળેલા માંસના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સ્થળો બિનઆરોગ્યપ્રદ હતા, જ્યાં પ્રાણીઓની ચરબીને ફેંકી દેવામાં આવી હતી.

મૃત ઢોરના શિંગડા અને હાડકા સહિત 2 ટન જેટલો કચરો

આ ઉપરાંત આ સ્થળો પર સ્લોટ કરેલા મૃત ઢોરના શિંગડા, હાડકા અને અંગો જેમના તેમ પડ્યા હતા. આ રીતનો 2 ટનથી વધુના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો છે. હાલ પાલિકાએ નોટિસ લગાવી આ પ્રકારની કામગીરી ન કરવા જણાવ્યું છે. છતાં કોઈપણ કાયદેસર પ્રક્રિયાનો ભંગ કરશે તો સરકારી પ્રક્રિયાના ભંગ બદલ જે કાર્યવાહી હશે તે કડક હાથે ધરવામાં આવશે.