Patan: આજથી નગરપાલિકા 125 જેટલા બાકીદારોને નોટિસ ફટકારશે, રકમ ભરપાઈ કરવા ત્રણ દિવસનો સમય આપવામાં આવશે

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 20 Feb 2024 11:34 AM (IST)Updated: Tue, 20 Feb 2024 11:35 AM (IST)
patan-from-today-the-municipality-will-issue-notices-to-as-many-as-125-arrears-giving-them-three-days-to-settle-the-amount

Patan News: પાટણમાં વેરા શાખા દ્વારા બાકીવેરા મિલકત ધારકો પાસેથી વેરાની રકમ વસુલાત કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન વેરા શાખા દ્વારા તૈયાર કરવામાં આવેલી ટીમ દ્વારા અત્યારસુધી 200 નળ કનેક્શન અને 80 જેટલા ભૂગર્ભ કનેક્શન કાપી બાકીના વેરા મિલકત ધારકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને લીધે બાકી વેરા મિલકત ધારકોમાં ફફડાટ છે.

મહત્વનું છે કે વેરા શાખા દ્વારા 20 ફેબ્રુઆરીથી રૂપિયા 50,000થી વધુના બાકી વેરા હોય તેવા વેરા મિલકત ધારકોને નોટિસની બજવણી કરીને તેમની બાકી રકમ ભરપાઈ કરવા કડક સૂચના આપવામાં આવશે. પરંતુ જો નગરપાલિકાની વેરા શાખા દ્વારા નોટિસની બજવણી કર્યા બાદ પણ બાકી વેરા મિલકત ધારકો પોતાની બાકી રકમ ભરપાઈ નહીં કરે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 20 ફેબ્રુઆરી મંગળવારના રોજ વેરા શાખાની ટીમ દ્વારા વોર્ડ નંબર 1,9 અને 11માં 125થી વધુ બાકી વેરા મિલકત ધારકોને નોટિસ આપીને ત્રણ દિવસનો સમય આપવામાં આવશે, પરંતુ જો મહોલત વિત્યા બાદ બાકી વેરાની રકમ ભરપાઈ નહીં કરે તેની મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.