કિંજલ રબારી સાથે મૈત્રી કરાર કરનાર નરસિંહ ઉર્ફે મુકેશ દેસાઈના પરિવાર અને તેમના વિશે જાણો

મુકેશ દેસાઈ સંયુક્ત પરિવારમાં રહે છે, જેમાં તેમના માતા-પિતા, મોટા ભાઈ અને ભાભી સહિતના સભ્યોનો સમાવેશ થાય છે:

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 09 Sep 2026 10:59 AM (IST)Updated: Wed, 09 Sep 2026 10:59 AM (IST)
kinjal-rabari-husband-mukesh-desai-family-background-gotarka-radhanpur
મુકેશ દેસાઇ પરિવાર

Mukesh Desai Family Details: લોકગાયિકા કિંજલ રબારી કેસમાં અચાનક ચર્ચામાં આવેલા નરસિંહભાઈ ઉર્ફે મુકેશભાઈ શંકરભાઈ મસરૂભાઈ રબારીના પરિવાર અને અંગત જીવન અંગેની મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામના રબારીવાસમાં રહેતા 26 વર્ષીય મુકેશ દેસાઈએ પોલીસ ફરિયાદમાં પોતાના પરિવાર અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અંગે વિગતવાર માહિતી આપી છે.

મુકેશ દેસાઈ વિશે જાણો

ફરિયાદ નકલ અનુસાર, મુકેશ દેસાઈએ કોમ્પ્યુટર વિષય સાથે B.Ed. સુધીનો અભ્યાસ કરેલો છે. હાલમાં તેઓ કોઈ ખાનગી કે સરકારી નોકરી કરવાને બદલે આગામી સમયમાં આવનારી વિવિધ સરકારી ભરતીઓની પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે.

મુકેશ દેસાઇના પરિવારમાં કોણ કોણ છે?

મુકેશ દેસાઈ સંયુક્ત પરિવારમાં રહે છે, જેમાં તેમના માતા-પિતા, મોટા ભાઈ અને ભાભી સહિતના સભ્યોનો સમાવેશ થાય છે:

  • પિતા: શંકરભાઈ મસરૂભાઈ રબારી (ખેતીકામ કરે છે)
  • માતા: નાથીબેન શંકરભાઈ રબારી (ગૃહણી)
  • મોટા ભાઈ: અમરતભાઈ શંકરભાઈ રબારી

કિંજલ રબારી સાથેના મૈત્રી કરાર અને સંબંધો વિશે જાણો

પોલીસ નિવેદન મુજબ, આશરે એક-દોઢ મહિના અગાઉ રાધનપુરના સિનાડ ગામના રહેવાસી શંકરભાઈ બિજલભાઈ રબારીની દીકરી કિંજલબેન સાથે મુકેશ દેસાઈએ સમાજની રૂઢિ અને કાયદાકીય રીતે મૈત્રી કરાર કર્યા હતા. બંને પરિવારના સભ્યોની સંમતિથી કિંજલ ગોતરકા ગામે મુકેશના ઘરે જ રહેતી હતી.

મુકેશ દેસાઈએ સ્પષ્ટ કર્યું હતું કે, કિંજલ તેમના ઘરે કોઈપણ જાતના દબાણ વગર સુખીથી રહેતી હતી અને બંને પરિવારો વચ્ચે કોઈ વિવાદ નહોતો. કિંજલે પોતાના પૂર્વ પતિ અશોક વાલાભાઈ ચૌધરી સામે રાધનપુર ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી કરી હતી, જે હજુ પણ પેન્ડિંગ છે.