પાટણમાં બાળ તસ્કરી પ્રકરણમાં ફર્જી જન્મ પ્રમાણપત્ર બાબતે પોલીસે રાધનપુર પાલિકા અને હોસ્પિટલમાં તપાસ હાથ ધરી

પાટણમાં બાળ તસ્કરી પ્રકરણમાં નકલી જન્મ પ્રમાણપત્ર બાબતે પોલીસે રાધનપુર પાલિકા અને હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 04 Dec 2024 01:09 PM (IST)Updated: Wed, 04 Dec 2024 01:09 PM (IST)
child-trafficking-case-in-patan-police-investigated-radhanpur-municipality-and-hospital-regarding-fake-birth-certificate

Patan News: પાટણમાં દંપતીને નકલી ડોક્ટર થકી વેચાણ કરેલ બાળકનું રાધનપુર પાલિકામાંથી નકલી જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હતું. SOG પોલીસ રાધનપુર પહોંચી પ્રમાણપત્ર આપનાર પાલિકા જન્મ નોંધણી શાખા તેમજ જન્મનું પ્રમાણપત્ર મોકલનાર સાંઈ કૃપા હોસ્પિટલમાં પહોંચી તપાસ શરૂ કરી હતી.

જેમાં રેકર્ડની ચકાસણી સાથે પાલિકાના ઓફિસર સાઈઝ સ્ટાફ તેમજ સાઈકૃપા હોસ્પિટલમાં સ્ટાફની પૂછપરછ કરી હતી. થરામાં ડીલીવરી કરાવી જન્મેલા બાળકને શિલ્પાને સોંપનાર રૂપસિંહ ઠાકોરના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. વધુ રિમાન્ડ ન મળતા કોર્ટે જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો.

પાટણનાં યુવક નિરવને 1.20 લાખમાં ફર્જી ડોક્ટર સુરેશ ઠાકોરે જે બાળકને વેચ્યું હતું. તે બાળકનો જન્મ થરાની હોસ્પિટલમાં થયો હોવા છતાં રાધનપુરની સાઈકૃપા હોસ્પિટલમાંથી જન્મનાં પ્રમાણપત્ર માટેની પ્રક્રિયા કરાઇ હતી. રાધનપુર પાલિકામાં ખોટી રીતે જન્મ નોંધણી કરાવી જન્મનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હોવા મામલે SOG પોલીસની ટીમ મંગળવારે સુરેશને સાથે લઈ રાધનપુર પાલિકામાંથી આ જન્મ પ્રમાણપત્ર કોના થકી કેવી રીતે અને સામેવાળી વ્યક્તિઓને કેટલી રકમ આપી સહિતની વિગતો અંગે પુરાવા એકત્ર કરવા રાધનપુર નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. પાલિકામાં ચીફ ઓફિસર તેમજ જન્મ મરણ શાખાના અધિકારીની પૂછપરછ કરી હતી.

પોલીસની ટીમ રાધનપુરની સાંઈ કૃપા હોસ્પિટલ ખાતે પહોંચી રેકોર્ડ તપાસી સ્ટાફની પૂછપરછ કરી હતી. તપાસ અધિકારી એસઓજી પીઆઈ એ જણાવ્યું હતું કે, બાળકના જન્મના પ્રમાણપત્ર મામલે રાધનપુર નગરપાલિકામાં ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી છે. અને સાઈ કૃપા હોસ્પિટલમાં કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી છે.

સમીના બાબરા ગામનો નરસંગ ઉર્ફે નરેશ રબારી પોતાના વતનથી 100 કિલોમીટર દૂર આડેસરમાં કોઈપણ ડિગ્રી વગર ક્લિનિક શરૂ કરીને બોગસ તબીબની પ્રેક્ટિસ શરૂ કરી હતી. પોતાના ક્લિનિકમાં સગર્ભા મહિલાની પ્રસૂતિ કરાવી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. ગાયનેક ડોક્ટર તરીકે ખ્યાતિ ઉભી કરીને તગડી રકમની પ્રેક્ટિસ કરતો હતો. રૂપસિંહ ઠાકોર મૂળ કાંકરેજ તાલુકાના રૈયા ગામનો છે. પહેલા રાધનપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો.

શિલ્પા સામાન્ય પરિવારની હોવા છતા તેના શોખ ઊંચા હતા. જેમાં તેને તેની ક્લિનિકમાં ડોક્ટર તરીકે બેઠી હોવાની રિલ્સ બનાવી છે. ઉપરાંત સુરેશ અને શિલ્પા એ સાથે મળીને જે બનાસની નદીના પટમાં બાળક દાટ્યું હોવાની કબૂલાત કરી છે આજ નદીના પુલ ઉપર શિલ્પાએ એકટીવા પર, વોકિંગ અને ઉભા રહીને વિવિધ સોંગ ઉપર રિલ્સ બનાવી તેના પોતાના એકાઉન્ટમાં અપલોડ પણ કરેલી છે. જે હાલમાં એકાઉન્ટમાં ઉપલબ્ધ છે.

શિલ્પા ઠાકોરના સંપર્કમાં રહેલા ગાયનેક હોસ્પિટલના કમ્પાઉન્ડર જે માતા બાળકને ત્યજી દેવા માંગતી હોય તેવું જાણવા મળતા હોસ્પિટલમાં ડીલેવરી થાય કે કોઈ સ્થળે ડીલેવરી થઈ હોય આવા બાળક આપવા માટે શિલ્પાને બે નંબરનું બાળક આવ્યું હોવાની જાણ કરતા હતા, શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોર રાત્રે આ સ્થળે પહોંચીને બાળક લઈ આવી સારવાર માટે કોઈ ખાનગી હોસ્પિટલમાં લઈ જતા હતા. જ્યાં બાળક સ્વસ્થ થયા બાદ જેમને બાળક જોતું હોય તેની સાથે સોદો કરવામાં આવતો હતો. બાળકી કરતા બાળકની કિંમત બે ઘણી આંકવામાં આવતી હતી.