Cumin caught fire: રાધનપુરના સાંતલપુરના કોલીવાડા ગામના ખેડૂત ચૌધરી દેવશીભાઇ ધરમશીભાઇએ શિયાળું સીઝનમાં પોતાના ખેતરમાં જીરાના પાકનું વાવેતર કર્યું હતું. આ રવિ પાક તૈયાર થયા પછી ખેત મજૂરો દ્રારા ખેતરમાંથી જીરાના પાકને વાઢીને એક જગ્યા પર એકત્ર કરવામાં આવ્યો હતો.
જીરાના પાકમાં આગ લાગી
સોમવારના દિવસે ખેતરમાં એકઠો કરેલો જીરાનો પાક મુકીને તેઓ બપોરના સમય દરમિયાન ઘરે જમવા માટે ગયા હતા અને અચાનક જીરાના ઢગલામાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા હતા. આ ઘટનાની જાણ ત્યાંથી પસાર થનાર એક ખેડૂત દ્વારા માલિકને કરવામાં આવી હતી. જ્યાં સુધીમાં ખેડૂત પોતાના ઘરેથી ખેતરમાં પહોંચે ત્યાં સુધીમાં ખેતરમાં ભેગો કરેલો તમામ જીરાનો પાક બળીને રાખ થઇ ગયો હતો.
આ પણ વાંચો
ખેડૂતનું 80 મણ જીરુ બળી ગયું
આ બનાવની જાણ તલાટી તેમજ પોલીસને થતા તેઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તલાટી દ્વારા સ્થળનું પંચનામું કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતનું અંદાજે પાંચ લાખનું 80 મણ જેટલું જીરુ બળી જતા નુકસાન થયું હતું.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
