પંચમહાલ: ગોધરામાં પ્રેમીએ આપઘાત કર્યો, સમાચાર મળતા ઘોઘંબામાં પ્રેમિકાએ કૂવામાં મારી મોતની છલાંગ

બંને બનાવમાં સંબંધીત પોલીસ મથક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. યુગલને 3 મહિનાનું બાળક પણ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 15 Nov 2026 10:21 PM (IST)Updated: Sun, 15 Nov 2026 10:21 PM (IST)
panchmahal-suicide-news-godhra-young-man-ghoghamba-young-woman-death
AI Generated Image

Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરા અને ઘોઘંબા તાલુકામાં પ્રેમ સંબંધમાં યુવક અને યુવતીએ આપઘાત કર્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે. ગોધરા તાલુકાના અછાલા ગામના યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ સમાચાર મળ્યા બાદ ઘોઘંબા તાલુકાના રૂપારેલ ગામે રહેતી તેની પ્રેમિકાએ પણ કૂવામાં ડૂબી જીવન ટૂંકાવ્યું હતું. યુગલને 3 મહિનાનું બાળક પણ છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

અછાલા ગામમાં 22 વર્ષીય યુવાને કર્યો આપઘાત

પ્રાપ્ત વિગતો મુજબ, ગોધરા તાલુકાના અછાલા ગામના 22 વર્ષીય કેતન અરવિંદ પટેલે ગામના ડુંગર ફળિયાના જંગલ વિસ્તારમાં જઈ ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. આપઘાતની આ ઘટનામાં યુવકનું મોત નીપજ્યું હતું.

પ્રેમીના મોતના સમાચાર મળતાં યુવતી કૂવામાં કૂદી

કેતનના મોતની જાણ ઘોઘંબા તાલુકાના રૂપારેલ ગામે રહેતી તેની પ્રેમિકા પારુલને થઈ હતી. પ્રેમીના મોતના સમાચારથી આઘાતમાં આવેલી પારુલે પોતાના ઘરની નજીક આવેલા કૂવામાં ઝંપલાવ્યું હતું. કૂવામાં કૂદ્યા બાદ યુવતીનું પણ મોત થયું હતું.

3 મહિનાનું બાળક માતા-પિતા વિના નોંધારું બન્યું

યુગલને 3 મહિનાનું બાળક પણ છે. આપઘાતની બંને કરુણ ઘટનાઓને પગલે યુગલનું માત્ર 3 મહિનાનું બાળક માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી નોંધારું બન્યું છે. એક સાથે બનેલી આ ઘટનાથીબંનેપરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. યુગલના મોત પાછળનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી.

ગોધરા અને ઘોઘંબા પોલીસ સ્ટેશનમાં તપાસ શરૂ

બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. યુવકના મોત અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે અને યુવતીના મોત અંગે ઘોઘંબા પોલીસ મથકે અકસ્માત મોત (A.D.) ની નોંધ કરવામાં આવી છે. બંને પોલીસ મથક દ્વારા યુવક અને યુવતીએ આ પગલું કયા સંજોગોમાં ભર્યું તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.