Panchmahal: ગોધરાના રંગેશ્વર મહાદેવ મંદિરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી, ચૈત્રી નવરાત્રિની શરૂઆતમાં જ માતાજીની મૂર્તિ ખંડિત કરી

લોકોની લાગણી દુભાય તે પ્રકારનું કૃત્ય કરી અસામાજિક તત્વો ફરાર, CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસનો ધમધમાટ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 30 Mar 2025 04:54 PM (IST)Updated: Sun, 30 Mar 2025 04:54 PM (IST)
panchmahal-news-rangeshwar-mahadev-temple-vandalised-in-godhara
HIGHLIGHTS
  • મંદિરમાંથી જલધારીની ચોરી કરી, લોકોમાં ભારે રોષ

Panchmahal: પંચમહાલ જિલ્લામાં ભગવાન પણ સુરક્ષિત નથી, ત્યારે ચૈત્રી નવરાત્રિની શરૂઆત થવા સાથે વધુ એક વખત મંદિરમાં તોડફોડ અને ચોરીની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જેમાં લોકોની લાગણી દુભાય તે પ્રકારનું કૃત્ય કરી ફરાર થઇ ગયેલ અસામાજિક તત્વો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

ગોધરા તાલુકાના ભામૈયા ગામે આવેલ રંગેશ્વર મહાદેવ મંદિરમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા મંદિરનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી માતાજીની મૂર્તિ ખંડિત કરવાની સાથે જલધારીની ચોરી કરવામાં આવી હતી.

naidunia_image

અસામાજિક તત્વો દ્ધારા મંદિરમાં તોડફોડ અને ચોરી કરી લોકોની લાગણી દુભાય તે પ્રકારનું કૃત્ય કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મંદિરમાં અસામાજિક તત્વો દ્ધારા તોડફોડ અને ચોરી કરી હોવાની જાણ ગોધરા પોલીસને થતા પોલીસ દોડતી થઈ હતી અને એલસીબી, એસઓજી સહીત પોલીસના ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો

પોલીસે તપાસ હાથ ધરી મંદિરની બાજુમાં આવેલ એક ગોડાઉનમાં લાગેલ CCTV કેમેરાના ફૂટેજ મેળવી તપાસ કરતા મંદિરમાં તોડફોડ અને ચોરી કરનાર શંકાસ્પદ ઈસમો દેખાતા પોલીસે CCTV ફૂટેજમાં દેખાતા શંકાસ્પદ ઈસમોની ઓળખ કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે