Panchmahal News: પંચમહાલ જિલ્લામાં 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જામી હતી. જ્યાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી અંગે પોલીસકર્મીઓ અને સરકારી અધિકારીઓ ખડેપગે રહ્યા હતા. ત્યારે મોરવા હડફ તાલુકામાં પ્રિસાઈડિંગ ઓફિસર તરીકે નિમેલા આસિસ્ટન્ટ શિક્ષક ફરજ પર હાજર નહોતા રહ્યા જેથી તાલુકા પંચાયત ચૂંટણી અધિકારીએ ધરપકડનો વોરંટ ઈસ્યુ કર્યો છે.
પ્રિસાઈડિંગ ઓફિસરની ધરપકડનો આદેશ
આ પણ વાંચો
મોરવા હડફમાં આયોજિત ચૂંટણી દરમિયાન ફરજ માટે નિયુક્ત કર્મીઓ હાજર ન રહેતા તેમની સામે ચૂંટણી અધિકારીઓ વોરંટ ઈસ્યુ કર્યો છે. જેને લઈને મોરવા હડફ પોલીસ ઈન્સ્પેક્ટરને આદેશ કરાયો છે. ચૂંટણી અધિકારીના હુકમ અનુસાર, જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી 2026 હેઠળ ચૂંટણી અધિકારી જિલ્લા પંચાયત મતદાર વિભાગ પંચમહાલ ગોધરાના આદેશથી તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અંગે હુકમ ફરમાવવામાં આવ્યો છે.
આસિસ્ટન્ટ શિક્ષક મતદાન સમયે ગેરહાજર
મોરવા હડફમાં ચૂંટણી અધિકારીએ આસિસ્ટન્ટ શિક્ષક ઠાકરડા માંગાભાઈ વેચાતભાઈને ચૂંટણીલક્ષી કામગીરી માટે પ્રિસાઈડિંગ ઓફિસર તરીકેની ફરજ બજાવવાનો આદેશ કરાયો હતો. જેને લઈને તારીખ 25ના રોજ 8 કલાકે ડીસ્પેચીંગ સેન્ટર સરકારી વિનયન કોલેજ મોરવા (હ) ખાતે નિમણૂક કરાઈ હતી. જોકે, તેઓ સ્થળ પર હાજર ન રહીને ચૂંટણીલક્ષી કામગીરી બજાવી નહોતી. જેથી ચૂટણી અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) અને જિલ્લા પંચાયત મતદાર વિભાગની કચેરી દ્વારા ધરપકડનો હુકમ કરાયો હતો.
