પંચમહાલ જિલ્લા પંચાયત ચૂંટણી 2026માં કેટલા મતદારો? ક્યારે મતદાન અને ગણતરી? BJP અને AAPએ જાહેર કર્યા ઉમેદવારો? સંપૂર્ણ માહિતી

ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 10 Apr 2026 07:06 PM (IST)Updated: Fri, 10 Apr 2026 07:06 PM (IST)
panchmahal-district-panchayat-election-2026-voting-counting-and-results-dates-and-timings

Panchmahal District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ પંચમહાલ જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 9.75 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.

વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, પંચમહાલ જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.

પંચમહાલ જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો

વોડૅ નં વોડૅ નું નામ પુરુષ મતદાર સ્ત્રી મતદાર કુલ મતદાર
1 અંબાલી 9685 9291 18976
2 અણીયાદ 13726 13013 26739
3 અસારડી 13878 12962 26840
4 બાકરોલ 12677 12295 24972
5 બોરીયા-૫ 13193 12366 25559
6 દલવાડા-૬ 12810 12044 24854
7 ઘામણોદ-૭ 13863 13315 27178
8 એરાલ 14182 13731 27913
9 એરંડી 12495 11838 24333
10 ગોલ્લાવ 11993 11577 23570
11 જાંબુઘોડા 15928 15213 31141
12 ૧૨-કણજરી 12800 12080 24880
13 કાંકણપુર 13464 12968 26432
14 ૧૪-કાન૫ુર 12856 12114 24970
15 કરોલી 12673 12221 24894
16 ૧૬-ખરોડ 12859 11521 24380
17 ૧૮-મોરા 11189 10361 21550
18 ૧૯-મોરવા(હ) 15885 15529 31414
19 ૧૭- મંગલીયાણા 12555 11933 24488
20 નદીસર 13104 12386 25490
21 નાંદરવા-૨૧ 13435 12603 26038
22 ઓરવાડા 13082 12772 25854
23 ૨૩-પાલ્લા 14113 13060 27173
24 પીંગળી 14045 13279 27324
25 ૨૫-રજાયતા 12139 11260 23399
26 ૨૬-રવાલીયા 12104 11525 23629
27 ૨૭-સાલીયા 16019 15765 31784
28 સામલી 10622 10087 20709
29 સાંપા 10824 10598 21422
30 શિવરાજપુર 10802 9808 20610
31 ૩૧-સીમલીયા 13227 12706 25933
32 ૩૨-તલાવડી 13630 12301 25931
33 33-તરખંડા 12898 12208 25106
34 વાડી-૩૪ 13823 13380 27203
35 ૩૫-વંદેલી 14446 13698 28144
36 ૩૬-વાવકુલ્લી 14282 13647 27929
37 વેજલપુર 16102 15621 31723
38 ૩૮-ઝીંઝરી 13503 11998 25501

ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો

વોડૅ નં વોડૅ નું નામ ભાજપ આમ આદમી પાર્ટી
1 અંબાલી રમણભાઇ મોહનભાઇ રાઠવા હીરાભાઈ નાયક
2 અણીયાદ રેવાબેન કનુભાઇ પરમાર વણકર મધુબેન
3 અસારડી લક્ષ્મીબેન વિનોદભાઇ ભગોરા મમતાબેન ભીમાભાઈ રજત
4 બાકરોલ મીનાક્ષીબેન વિપુલભાઇ પરમાર ---
5 બોરીયા-૫ મગનભાઇ વિરમભાઇ પટેલીયા નાયક અરવિંદભાઈ પ્રતાપભાઈ
6 દલવાડા-૬ નંદાબેન રાકેશભાઇ ડામોર સોનલબેન તાવીયાડ
7 ઘામણોદ-૭ અલ્પેશકુમાર રતનસિંહ નાયકા નાયકા વિનુભાઈ
8 એરાલ મનિષાબેન જયંતિભાઇ નાયક નીરૂબેન રાઠવા
9 એરંડી દિવ્યાબેન અનિલકુમાર ભીલ કવિતા પ્રવિણભાઈ રાઠવા
10 ગોલ્લાવ દક્ષાબેન અલ્પેશકુમાર બારીઆ ---
11 જાંબુઘોડા કવિતાબેન શંકરભાઇ બારીઆ કિંજલબેન અક્ષયભાઈ બારિયા
12 ૧૨-કણજરી વિણાબેન ઇશ્વરભાઇ નાયક રમીલાબેન વિરેન્દ્રકુમાર રાઠવા
13 કાંકણપુર પંકજકુમાર રૂમાલસિંહ પરમાર વિનોદકુમાર સોલંકી
14 ૧૪-કાન૫ુર કૈલાશબેન ઘનશ્યામસિંહ પરમાર ચૌહાણ પુષ્પાબેન
15 કરોલી નિતુબેન ધર્મેન્દ્રસિંહ પરમાર સીતાબેન પરમાર
16 ૧૬-ખરોડ જોગેન્દ્રસિંહ માવસિંહ બારીઆ બારીયા જ્યોતિકાબેન
17 ૧૮-મોરા હિતેશકુમાર નટવરલાલ રાજભોઇ ખાંટ અજીતભાઈ બળવંતસિંહ
18 ૧૯-મોરવા(હ) લલીતાબેન દિનેશભાઇ પટેલ આમલીયાર લીલાબેન માલાભાઈ
19 ૧૭- મંગલીયાણા રાકેશભાઇ પર્વતભાઇ ચૌહાણ બારીયા અરવિંદસિંહ
20 નદીસર હેમંતકુમાર મદનસિંહ પુવાર મકવાણા કિરણકુમાર
21 નાંદરવા-૨૧ પ્રતાપભાઇ વાધાભાઇ નાયકા જયેન્દ્રભાઈ ડામોર
22 ઓરવાડા જયશ્રીબેન અરવિંદસિંહ પરમાર ---
23 ૨૩-પાલ્લા ગાયત્રીબેન અશ્વિનકુમાર સોલંકી સંગીતાબેન વિજયભાઈ રાઠવા
24 પીંગળી મુકેશભાઇ કાળુસિંહ સોલંકી મહંત જયેશકુમાર
25 ૨૫-રજાયતા કોકીલાબેન સરદારભાઇ કિશોરી બારીઆ સોનલબેન પિયુષભાઈ
26 ૨૬-રવાલીયા ફુલીબેન પર્વતસિંહ ગોહિલ રમીલાબેન લક્ષ્મણભાઈ પરમાર
27 ૨૭-સાલીયા લલીતાબેન તખતસિંહ પટેલ દુબે વરસાબેન પ્રસાદભાઈ
28 સામલી રાજેશકુમાર નારણભાઇ પરમાર પરમાર રાજેશકુમાર
29 સાંપા ધર્મિષ્ઠાબેન મનોજકુમાર બારીઆ પટેલ શર્મિષ્ઠાબેન જશવંતસિંહ
30 ૩૦-શિવરાજપુર મીનાબેન ઠાકોરભાઇ પરમાર ઉર્મિલાબેન ગુરજીભાઈ રાઠવા
31 ૩૧-સીમલીયા મનજીભાઇ અંદરસીંહ તડવી રાઠવા તકીબેન
32 ૩૨-તલાવડી વિપુલકુમાર મનુભાઇ બારીઆ પ્રવિણસિંહ સામતસિંહ બારીયા
33 33-તરખંડા મહેન્દ્રસિંહ દલપતસિંહ ચાવડા લક્ષ્મણભાઈ પરમાર
34 વાડી-૩૪ સુરેશકુમાર મહોબ્બતસિંહ સોલંકી પટેલ સુરેશભાઈ
35 ૩૫-વંદેલી મહેન્દ્રકુમાર હિંમતસિંહ બારીઆ ઠાકોર અજમેલસિંહ રતનસિંહ
36 ૩૬-વાવકુલ્લી ભારતસિંહ દામાભાઇ બારીઆ મગનભાઈ ચંદ્રભાઈ કોળી
37 વેજલપુર નિરજકુમાર નિકુંજભાઇ પટેલ ચૌહાણ કૈલાશબેન
38 ૩૮-ઝીંઝરી વરજુબેન રમેશભાઇ રાઠવા આશાબેન પ્રવીણભાઈ રાઠવા

પંચમહાલ જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Panchmahal District Panchayat Election 2026 Schedule)

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ 01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ 06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ 13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 15-04-2026
મતદાનની તારીખ 26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો) 27-04-2026
મતગણતરીની તારીખ 28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30-04-2026