કલોલના કસ્તૂરીનગર નવરાત્રી મહોત્સવમાં ભવ્ય તલવાર રાસ યોજાયો, બરવાળાની ક્ષત્રિય બાળાઓએ જમાવ્યું આકર્ષણ

કલોલના કસ્તૂરીનગર ખાતે IFFCO નવરાત્રી મહોત્સવમાં બોટાદના બરવાળાથી આવેલી ક્ષત્રિય સમાજની બાળાઓ અને મહિલાઓએ તલવાર રાસ રજૂ કરી શૌર્ય અને પરંપરાની ઝાંખી કરાવી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 19 Oct 2026 02:21 AM (IST)Updated: Mon, 19 Oct 2026 02:21 AM (IST)
kasturinagar-navratri-grand-talwar-raas-by-barwala-girls

Kasturinagar Navratri: નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે IFFCO ટાઉનશિપ, કસ્તૂરીનગર, કલોલ ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભવ્ય પરંપરાગત તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના બરવાળાથી પધારેલા ક્ષત્રિય સમાજની બાળાઓ અને મહિલાઓએ તલવાર રાસની રોમાંચક રજૂઆત કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

મંત્રમુગ્ધ કરતી પ્રસ્તુતિ અને તાળીઓનો ગડગડાટ

IFFCO પરિવાર માટે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં બાળાઓ અને મહિલાઓએ શૌર્ય, સાહસ, શિસ્ત અને પરંપરાગત સંસ્કૃતિનું અદભુત પ્રદર્શન કર્યું હતું. તલવાર રાસની કલાત્મક અને પ્રભાવશાળી રજૂઆતથી સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને રોમાંચથી ગુંજી ઊઠ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ તથા તેમના પરિવારજનોએ તાળીઓના ગડગડાટ સાથે આ રજૂઆતને વધાવી હતી.

naidunia_image

કમિટી અને આયોજકોનો આભાર વ્યક્ત કરાયો

આ ભવ્ય કાર્યક્રમનું આયોજન અલ્પાબા વિજયસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે IFFCO કલોલના યુનિટ હેડ પી. કે. સિંહની મંજૂરી અને સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ નવરાત્રી સમિતિના પ્રમુખ, સચિવ, કમિટીના તમામ સભ્યો, IFFCO પરિવાર તથા કર્મચારી સંઘના સહયોગની સરાહના કરવામાં આવી હતી.

naidunia_image

ટૂંકા સમયમાં ભવ્ય રજૂઆત આપવા બદલ ટીમનું સન્માન

IFFCO કર્મચારી સંઘ, કલોલના અધ્યક્ષ તથા ઓલ ઇફકો યુનિયનના કો-ઓર્ડિનેટર અમિત પટેલ અને મહામંત્રી પરેશ ટિંબડિયાના આમંત્રણને માન આપી ટૂંકા સમયમાં આ ભવ્ય પ્રસ્તુતિ આપવા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે વિજયસિંહ ચુડાસમા અને અલ્પાબા ચુડાસમાનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

naidunia_image

ભક્તિ, શૌર્ય અને પરંપરાનો ત્રિવેણી સંગમ

કાર્યક્રમમાં IFFCOના વરિષ્ઠ અધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પરંપરા, શૌર્ય, ભક્તિ અને સંસ્કૃતિના અદ્ભુત સંગમ સમાન આ તલવાર રાસે કસ્તૂરીનગરના નવરાત્રી મહોત્સવને યાદગાર બનાવ્યો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં સહયોગ આપનાર તમામ મહાનુભાવો, આયોજકો અને સહયોગીઓનો IFFCO કર્મચારી સંઘ, કલોલ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

naidunia_image

naidunia_image