Rajal Barot Garba in Godhra: ગઈકાલથી મા આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ફેમસ સિંગર રાજલ બારોટે પહેલાં નોરતે ગોધરામાં ગરબાના સૂર રેલાવ્યા હતા અને ખેલૈયાઓ સહિત SP હરેશ દુધાત પણ ટીમલીના તાલે મનમૂકીને રમ્યા હતા.
પંચમહાલ જિલ્લાના ગોધરામાં SP હરેશ દુધાતના માર્ગદર્શનમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલા અને બીજા નોરતે ફેમસ સિંગર રાજલ બારોટ ગરબાની રમઝટ બોલાવશે. ગઈકાલે પહેલાં નોરતે સિંગર રાજલ બારોટે ગરબાના સૂર રેલાવ્યા હતા. ગરબા ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા.
આ ગરબાની શરૂઆત પહેલાં માતાજીની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યમાં યુવાઓ અને પોલીસકર્મી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પછી સિંગર રાજલ બારોટે પરંપરાગત ગરબાના સૂર રેલાવ્યા હતા અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે રમ્યા હતા.
ગરબા પૂરા થયા પછી ખેલૈયાઓ પરંપરાગત ટીમલી નૃત્ય રમ્યા હતા. જેમાં SP હરેશ દુધાત, સિંગર રાજલ બારોટ અને પોલીસ સહિત ખેલૈયાઓ મનમૂકીને ટીમલી નૃત્ય રમ્યા હતા. મહત્ત્વનું છે આજે પણ સિંગર રાજલ બારોટ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા પર્ફોમ કરશે.
