Heritage Garba Ahmedabad 2025: સિંધુ ભવન રોડ પર મેરિમેન્ટ પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓનું મનમોહી લે એવું સાથિયાની થીમ પર ડેકોરેશન કરાયું

કર્મ ગ્રુપ દ્વારા અમદાવાદના એસ. જી. હાઈવે પાસે આવેલા સિંધુભવન રોડ પર મેરિમેન્ટ પાર્ટી પ્લોટમાં હેરિટેજ ગરબાનું વિશેષ આયોજન કર્યું છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 22 Sep 2025 03:48 PM (IST)Updated: Mon, 22 Sep 2025 03:53 PM (IST)
karma-group-hosts-heritage-garba-on-sindhu-bhavan-road-ahmedabad-with-saathiya-themed-decor
HIGHLIGHTS
  • 1.50 લાખસ્ક્વેર ફૂટના ગરબા ગ્રાઉન્ડમાં સ્ટેજ, ગ્રાઉન્ડ અને એન્ટ્રીમાં ખેલૈયાઓને આકર્ષે એવું ડેકોરેશ કરવામાં આવ્યું છે.
  • આ ઉપરાંત પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા તૈયારી કરવામાં આવી છે.

Heritage Garba Ahmedabad 2025: આજથી મા આદ્યશક્તિ અંબાજી માતાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. શુભ મૂહુર્તમાં માઈ ભક્તોએ ઘટસ્થાપન કર્યું છે. ખેલૈયાઓ પણ ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરવા આતૂર છે. ત્યારે કર્મ ગ્રુપ દ્વારા અમદાવાદના એસ. જી. હાઈવે પાસે આવેલા સિંધુભવન રોડ પર મેરિમેન્ટ પાર્ટી પ્લોટમાં હેરિટેજ ગરબાનું વિશેષ આયોજન કર્યું છે. જેમાં ખેલૈયાઓનું મનમોહી લે એવું સાથિયાની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે.

અહીંયા કર્મ ગ્રુપના અજયરાજસિંહ જાડેજા, ઋષિરાજસિંહ સરવૈયા, કુશલેન્દ્રસિંહ ઝાલા અને ચિંતન ભાવસારના માર્ગ દર્શન અને આગેવાનીમાં 1.50 લાખસ્ક્વેર ફૂટના ગરબા ગ્રાઉન્ડમાં સ્ટેજ, ગ્રાઉન્ડ અને એન્ટ્રીમાં ખેલૈયાઓને આકર્ષે એવું ડેકોરેશ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા તૈયારી કરવામાં આવી છે. અહીંયા ખૈલયાઓ માટે શાનદાર સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે, એક વ્યક્તિ દીઠ પાસની કિંમત 599 રૂપિયા છે. પાસ બુકિંગ કરવા અહીં ક્લિક કરો.

આ સિંગર નવરાત્રિમાં હેરિટેજ ગરબામાં બોલાશે ગરબાની રમઝટ

તારીખ સિંગરનું નામ
22-9-2025 કૌશલ પીઠડિયા
23-9-2025 હર્ષ શાહ
24-9-2025 બલરાજ શાસ્ત્રી
25-9-2025 મીહિર ગઢવી
26-9-2025 રાગ મહેતા
27-9-2025 બ્રિજરાજ ગઢવી
28-9-2025 મિહિર જાની
29-9-2025 નયના શર્મા
30-9-2025 સંકેત ખાંડેકર
1-9-2025 નયના શર્મા