Gujarat Rain Report: ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ, ગોધરામાં માત્ર 2 કલાકમાં 3.31 ઈંચ વરસાદ ખાબક્યો; વાંચો સાર્વત્રિક વરસાદી આંકડા

આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના 2 કલાકમાં ગુજરાતના 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 14 Sep 2026 10:01 AM (IST)Updated: Mon, 14 Sep 2026 10:01 AM (IST)
gujarat-rainfall-report-today-14-september-2026-godhra-panchmahals-highest-rain-monsoon-2026
Gujarat Rain Report Today, 14 September

Gujarat Rain Report Today, 14 September: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા 14 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 6:00 વાગ્યાથી 8:00 વાગ્યા સુધીના 2 કલાક દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા અનુસાર રાજ્યના 103 તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા છે. માત્ર કલાકના ટૂંકા સમયગાળા દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં સૌથી વધુ 84 મીમી એટલે કે 3.31 ઈંચ સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.

ગોધરા, તારાપુર અને વડોદરામાં ભારે વરસાદી ઝાપટા

સવારે 6:00 વાગ્યાથી 8:00 વાગ્યા દરમિયાન નોંધાયેલ મુખ્ય વરસાદી આંકડા અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 84 મીમી વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં 52 મીમી (2.05 ઈંચ) વરસાદ નોંધાયો છે. વડોદરા જિલ્લા મથક વડોદરા તાલુકામાં 40 મીમી, સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં 33 મીમી, નવસારીના ગણદેવી તાલુકામાં 32 મીમી અને વડોદરાના પાદરા તાલુકામાં 31 મીમી વરસાદ વરસ્યો છે.

સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ 10 તાલુકાની યાદી

જિલ્લો તાલુકો વરસાદ (મીમી) વરસાદ (ઈંચ)
પંચમહાલ ગોધરા 84 3.31
આણંદ તારાપુર 52 2.05
વડોદરા વડોદરા 40 1.57
સુરેન્દ્રનગર મૂળી 33 1.30
નવસારી ગણદેવી 32 1.26
વડોદરા પાદરા 31 1.22
છોટાઉદેપુર બોડેલી 25 0.98
દાહોદ લીમખેડા 23 0.91
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા 22 0.87
બનાસકાંઠા હડાદ 20 0.79

 

બોડેલી, લીમખેડા અને ધ્રાંગધ્રામાં 1 ઈંચ જેટલો વરસાદ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં 25 મીમી, દાહોદના લીમખેડામાં 23 મીમી અને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં 22 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના હડાદ, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મહિસાગર જિલ્લાના કોઠંબા તાલુકામાં 20-20 મીમી વરસાદ પડ્યો હતો.

ભરૂચ, નડિયાદ અને ઓલપાડમાં અડધો ઈંચ વરસાદ

ભરૂચ તાલુકામાં 17 મીમી, ખેડા જિલ્લાના નડિયાદમાં 16 મીમી, પંચમહાલના મોરવા હડફમાં 16 મીમી અને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 16 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય ખેડાના ગલતેશ્વર અને ફાગવેલમાં 15-15 મીમી, દાહોદના દેવગઢબારિયામાં 15 મીમી તથા પાટણના શંખેશ્વર, આણંદના પેટલાદ, સુરતના મહુવા અને છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં 14-14 મીમી વરસાદ વરસ્યો છે.