મુસાફરો માટે ખુશખબર! ભાદરવી પૂનમ અને પિતૃ પક્ષમાં રેલવેએ બદલ્યા ટ્રેનોના સમય, જાણી લો નવા સ્ટોપેજ

પિતૃ પક્ષ અને ભાદરવી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ત્રણ જોડી ટ્રેનોને સિદ્ધપુર તથા મેમૂ ટ્રેનને જાદર-વડાલી ખાતે અસ્થાયી રોકાણ આપ્યું છે. વિગતવાર માહિતી જુઓ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 24 Sep 2026 04:47 PM (IST)Updated: Thu, 24 Sep 2026 04:47 PM (IST)
western-railway-temporary-train-stoppages-for-festivals

Western Railway Temporary Stoppage: પિતૃ પક્ષ તથા “ભાદરવી પૂનમ” મેળા દરમિયાન મુસાફરો અને શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોની સુવિધા માટે ત્રણ જોડી ટ્રેનોને સિદ્ધપુર સ્ટેશન પર તથા અસારવા–ખેડબ્રહ્મા મેમૂને જાદર અને વડાલી સ્ટેશનો પર અસ્થાયી સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અસારવા–ખેડબ્રહ્મા મેમૂનું જાદર તથા વડાલી સ્ટેશનો પર અસ્થાયી સ્ટોપેજ

ભાદરવી પૂનમ મેળાના પાવન અવસરે ટ્રેન નંબર 69251/69252 અસારવા–ખેડબ્રહ્મા–અસારવા મેમૂને તાત્કાલિક અસરથી 26 સપ્ટેમ્બર 2026 સુધી જાદર અને વડાલી સ્ટેશનો પર વિશેષ સ્ટોપેજ અપાયું છે-

ટ્રેન નંબર 69251 (અસારવા–ખેડબ્રહ્મા મેમૂ)

જાદર સ્ટેશન: આગમન/પ્રસ્થાન સમય - 19.59 / 20.00 કલાક

વડાલી સ્ટેશન: આગમન/પ્રસ્થાન સમય - 20.24 / 20.25 કલાક

ટ્રેન નંબર 69252 (ખેડબ્રહ્મા–અસારવા મેમૂ):

વડાલી સ્ટેશન: આગમન/પ્રસ્થાન સમય - 06.53 / 06.54 કલાક

જાદર સ્ટેશન: આગમન/પ્રસ્થાન સમય - 07.10 / 07.11 કલાક

પિતૃ પક્ષ અર્થે સિદ્ધપુર સ્ટેશન પર અસ્થાયી રોકાણ ધરાવતી એક્સપ્રેસ ટ્રેનો

પિતૃ પક્ષ દરમિયાન સિદ્ધપુર આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ત્રણ જોડી એક્સપ્રેસ ટ્રેનોને સિદ્ધપુર સ્ટેશન પર અસ્થાયી સ્ટોપેજ ફાળવવામાં આવ્યા છે-

જોધપુર–હડપસર–જોધપુર એક્સપ્રેસ (ટ્રેન નંબર 20495/20496)

આ ટ્રેનને 04 ઓક્ટોબરથી 09 ઓક્ટોબર 2026 સુધી સિદ્ધપુર ખાતે રોકાણ મળશે.

ટ્રેન નંબર 20495 (જોધપુર–હડપસર)નો સમય: 03.41 / 03.43 કલાક

ટ્રેન નંબર 20496 (હડપસર–જોધપુર)નો સમય: 08.55 / 08.57 કલાક

આગ્રા કેન્ટ–ગાંધીગ્રામ–આગ્રા કેન્ટ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12547/12548)

ટ્રેન નંબર 12547 (આગ્રા કેન્ટ–ગાંધીગ્રામ): તારીખ 05, 06, 08 અને 09 ઓક્ટોબર 2026ના રોજ સમય 09.53 / 09.55 કલાકે રોકાશે.

ટ્રેન નંબર 12548 (ગાંધીગ્રામ–આગ્રા કેન્ટ): તારીખ 05, 07 અને 08 ઓક્ટોબર 2026ના રોજ સમય 18.10 / 18.12 કલાકે રોકાશે.

સાબરમતી–ગોરખપુર–સાબરમતી એક્સપ્રેસ (ટ્રેન નંબર 19409/19410)

ટ્રેન નંબર 19409 (સાબરમતી–ગોરખપુર): તારીખ 08 અને 10 ઓક્ટોબર 2026ના રોજ સમય 11.45 / 11.47 કલાકે રોકાશે.

ટ્રેન નંબર 19410 (ગોરખપુર–સાબરમતી): તારીખ 05 ઓક્ટોબર 2026ના રોજ સમય 08.04 / 08.06 કલાકે રોકાશે.

મુસાફરો માટે વિશેષ સૂચના

રેલવે પ્રશાસન દ્વારા લેવાયેલા આ નિર્ણયોથી ભાદરવી પૂનમ અને પિતૃ પક્ષના પવિત્ર પ્રસંગે મુસાફરી કરતા શ્રદ્ધાળુઓને ઉત્તમ રેલ કનેક્ટિવિટીનો લાભ મળશે. ટ્રેનોના સમય અને અન્ય વિગતવાર અપડેટ્સ માટે મુસાફરો અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.