Palanpur News: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનું ચિખલા ગામ યાત્રાધામ અંબાજી નજીક આવેલું છે. ચિખલાની પ્રાથમિક શાળામાં એક શિક્ષક ચાલુ સ્કૂલે દારૂના નશાની હાલતમાં જોવા મળ્યો હતો. શિક્ષક નશો કરીને શાળાએ આવ્યો હોવાની જાણ થતાં ગ્રામજનો પહોંચ્યા હતા અને શિક્ષકને સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો.
શિક્ષણ જગતને શરમજનક હોય તેવી વધુ એક ઘટના બનાસકાઠા જિલ્લામાં જોવા મળી છે. બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આવેલા ચિખલાની પ્રાથમિક શાળામાં અજય મહેન્દ્ર પટેલ નામના શિક્ષક છે. આ શિક્ષક શાળામાં અવાર-નવાર દારૂ પીને આવતો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. ત્યારે આજ ફરીથી શિક્ષક ચાલુ શાળાએ નશાની હાલતમાં આવ્યો હતો. જેનો ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો.
Palanpur News: બનાસકાંઠામાં દારૂના નશામાં વિદ્યાર્થીઓને ભણાવવા પહોંચ્યો શિક્ષક, વાલીઓએ હાથ પકડીને સ્કૂલેથી તગેડી મૂક્યો https://t.co/ULKTkiIVwc#Gujarat #gujaratnews #banaskantha pic.twitter.com/GDQAnvgHPo
— Gujarati Jagran (@gujaratijagran) August 4, 2023
દારૂ પીને આવેલા શિક્ષક વિરુદ્ધ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. દારૂડિયા શિક્ષકનો ગ્રામજનો વીડિયો ઉતારી લીધો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. વાલીઓએ શિક્ષકનો હાથ પકડીને શાળામાં બહાર કાઢી મૂક્યો હતો. એ સમયે પણ લથડિયા ખાતા શિક્ષકે શાળામાંથી જવાની ના પાડી હતી. જોકે ગ્રામજનોએ તેને તગેડી મુક્યો હતો. નોંધનીય છેકે, આ પહેલા પણ દાંતાની જોધસર પ્રાથમિક શાળામાં શિક્ષક દારૂનો નશો કરીને સ્કૂલમાં આવ્યો હોવાનો વીડિયો ફરતો થયો હતો. એ સમયે પણ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.
