Palanpur News: બનાસકાંઠા જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. કાંકરેજ તાલુકાના થરા ગામમાં પુરવઠા વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન બિનઅધિકૃત અનાજ સહિતનો કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની સુચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરિક્ષક, પુરવઠા નિરિક્ષક અને મામલતદાર, અમીરગઢની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે 3 જાન્યુઆરી 2024ના રોજ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા મુકામે એ.પી.એમ.સી. ખાતે આવેલ દુકાન નં.એ-23ની મોગલ ટ્રેડર્સ જે શક્તિસિંહ ઉર્ફે સતીષસિંહ હિંમતસિંહ ઝાલા કે જેઓ માર્કેટયાર્ડમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે, તેઓ ખાનુંભા કરણસિંહ પાસેથી ભાડેથી લઈ ચલાવતા હતા.
તેમની દુકાન આગળ ઉભેલા ટાટા ટ્રક નં.GJ-05-BK-5924માં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો અનાજનો જથ્થો હોવાની શંકાના આધારે તપાસ કરવામાં આવી હતી. તપાસમાં નં.GJ-05-BK-5924 માં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો ગરીબોને ફળવાયેલ ઘઉં,ચોખા,બાજરી ચણા તુવેરદાળનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફળવાયેલ હોવાનો માલુમ પડ્યો હતો.
તપાસમાં ઘઉં, ચોખા, બાજરી ચણા તુવેરદાળનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફળવાયેલ હોવાનો માલુમ પડ્યો છે. તપાસણી દરમિયાન પ્લાસ્ટીક કટ્ટામાં ચોખા-190 કટ્ટા 9406.7 કિ.ગ્રા. જેની કિંમત રૂ.2,63,387, પ્લાસ્ટીક કટ્ટામાં ઘઉં-21 કટ્ટા 937.13 કિ.ગ્રા. જેની કિંમત રૂ.25,302, ચણા-2 કટ્ટા 84.760 કિ.ગ્રા. જેની કિંમત રૂ.4634 જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બાજરી-2 કટ્ટા 79.720 કિ.ગ્રા. જેની કિંમત રૂ.1993 તુવેરદાળ-2 કટ્ટા 148.180 કિ.ગ્રા. જેની કિંમત રૂ.20,244, વજનકાંટો- 1(એક) જેની કિંમત રૂ.8000, મહેન્દ્રા કંપનીનું ડાલુ -01 (એક) GJ-01-DZ-6393 જેની કિંમત રૂ.4,00,000, ટાટા કંપનીનું ટ્રક-01 (એક) નં.GJ05-BK-5924 જેની કિંમત રૂ.8,00,000 મળી કુલ રૂ.15,23,562નો જથ્થો, વજનકાંટો તથા વાહન સીઝ કરવામાં આવ્યો છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
