Palanpur News: ગુજરાતના સૌથી મોટા અશ્વ મેળાનું બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે 4થી 8 માર્ચ દરમિયાન કરાયું છે. આ અશ્વ મેળવામાં દેશભરમાંથી જાતવાન ભાગ લેવા માટે આવી રહ્યાં છે. પાંચ દિવસીય આ મેળાના ત્રીજા દિવસે 6 માર્ચના રોજ કેમલ શો, અશ્વ જમ્પિંગ શો,પોલીસ દળના ડોગ અને અશ્વ શો, અશ્વ બેર હરિફાઈ, ઉંટના નૃત્ય તથા મટકીફોડ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠાના લાખણીના જસરામાં બુઢેશ્વર મેળા સમિતિ દ્વારા 13 વર્ષથી આ અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પાંચ દિવસીય અશ્વ મેળાનું આયોજન કરાયું છે. જેમાં અશ્વોની વિવિધ હરિફાઈ તથા કરતબોનું યોજવામાં આવે છે. જેને નિહાળવા માટે આસપાસથી મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહે છે. આ અશ્વ મેળા દરમિયાન રાત્રીના સમયે આનંદ મેળાનું પણ આયોજન કરાયું છે.
અશ્વ મેળામાં આવતા લોકો માટે ખાણી-પીણી સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગનો સહયોગ આ મેળાના આયોજન કરવા માટે મળ્યો છે. બુઢેશ્વર મેળા સમિતિએ દેશની સંસ્કૃતિથી લોકોને વાકેફ કરવા માટે મેગા અશ્વ શોનું આયોજન કર્યું છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
