PM Modi Gujarat Visit: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે દ્વારા એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જેને લઇને દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં રોષ છે. ત્યારે આજે બનાસકાંઠામાં પીએમ મોદીની મુલાકાત દરમિયાન ભીલડી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. બનાસકાંઠાની ધરતી પર સમગ્ર સભામાં મોદી કહીં નહીં જાયેગાના નારા બોલાવ્યા હતા. તેમણે 8 જેટલા નવા નારા બોલાવીને કોંગ્રેસને જવાબ આપ્યો હતો.
નાયબમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાની દરેક જનતામાં એક અનોખી ઝલક અને અનેરો ઉત્સાહ જોવા મળે છે કારણ કે પીએમ મોદીએ બનાસનું ભાગ્ય બદલ્યું છે. નર્મદાના નીરો આવ્યા, સુઝલામ યોજના આવી. છેલ્લા 25 વર્ષમાં કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા વડાપ્રધાન મોદીના વિઝન અને એમના કાર્યનો કોઇ તોડ શોધી નથી શક્યા અને સત્તા લાલચ માટે આ કોંગ્રેસીઓએ વડાપ્રધાન માટે અપશબ્દોની ડિક્સનરી બનાવી લીધી છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ કોંગ્રેસીઓએ સત્તાની લાલચમાં વડાપ્રધાનના સ્વર્ગસ્થ માતા-પિતા માટે આપણી ભારતીય સંસ્કૃતિમાં જે આ દુનિયામાં નથી તેના માટે બદનામ કરવા અપશબ્દ બોલવું તેનાથી મોટું પાપ નહોઇ શકે. આ કોંગ્રેસીઓ દ્વારા કોઇ પણ પ્રકારની શરમ-સંસ્કાર બાજુમાં મુકીને સવારથી માત્ર ગાળો ભાંડવા સિવાયનું કોઇ કામ કરતા નથી. વડાપ્રધાન માટે એક પછી એક અપશબ્દોના પ્રહાર થયા. આ દેશવાસીઓએ પીએમને એવા પ્રેમથી ઘેરેલા છે કે આ ઘેરાને તોડવાની તાકાત કોંગ્રેસ કે તેની સાથે જોડાયેલી પાર્ટીમાં નથી. કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને કહ્યું કે મોદી કહીં નહીં જાયેગા...કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાનના પિતાનું અપમાન કર્યું. બનાસકાંઠાના ગામડાંથી લઇને કાશ્મીર અને કન્યાકુમારી સુધી એકજ નારો છે કે મોદી કહીં નહીં જાયેગા...
હર્ષ સંઘવીએ પીએમ મોદીની હાજરીમાં કોંગ્રેસને આકરો જવાબ આપતા ઉપસ્થિત મેદની પાસે આ નારાઓ બોલાવ્યા હતા.
જ્યાં સુધી ભારત ટોપ ઇકોનોમી ના બને....
જ્યાં સુધી ભારત આત્મનિર્ભર નહીં બને...
જ્યાં સુધી ભારત વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ ન બને...
જ્યાં સુધી દરેક ગરીબને પાક્કું ઘર ન મળે....
જ્યાં સુધી દેશમાંથી ગરીબી દૂર ન થાય...
ગામેગામ લખપતિ દીદી બનાવ્યા વગર...
છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચાડ્યા વગર...
જ્યાં સુધી પરિવારવાદની રાજનીતિનો અંત ન થાય ત્યાં સુધી...
જ્યાં સુધી તુષ્ટિકરણની રાજનીતિ ખતમ ન થાય ત્યાં સુધી...
જ્યાં સુધી ભાર વિકસિત રાષ્ટ્ર ન બને ત્યાં સુધી મોદી કહીં નહીં જાયેગા.
