Himatnagar News: ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજની નચિકેત વિદ્યા સંસ્થામાં અભ્યાસ માટે નિવાસ કરતા આદિવાસી 60 બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની વિગતો બહાર આવી છે. જેમાં 13 બાળકોને ડામ આપવામાં આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. આ મામલે વહીવટી તંત્ર દ્વારા તપાસ કરીને પગલાં ભરવામાં આવશે.
તાલુકાના ખેરોજ ગામે નિધિ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ નચિકેતા વિદ્યા સંસ્થા ચલાવવામાં આવી રહ્યું છે. આ નચિકેતા સંસ્થામાં સૂકાઆંબા ગામના 36 અને ખેરોજના 25 બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે. જેમાં 13 બાળકોને સંસ્થામાં નિવાસ દરમિયાન ડામ આપવામાં આવ્યા છે.વિદ્યાર્થીઓ મસ્તી કરતા હોવાથી ડામ આપવામાં આવ્યા હોવાનો સંચાલકોએ દાવો કર્યો છે. મહત્ત્વનું છે કે, આ મામલે વહીવટી તંત્ર દ્વારા તપાસ કરીને પગલાં ભરવામાં આવશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
