બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં 11 હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કાર્યરત કરાયા

આ સેન્ટરો પર નવા મતદારો માટે ફોર્મ-6, વિદેશી મતદારો માટે 6અ, નામ કમી કરવા માટે 7 અને માહિતી સુધારવા કે સ્થળાંતર માટે ફોર્મ-8 સંબંધિત કામગીરી કરવામાં આવશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 24 Dec 2025 12:48 PM (IST)Updated: Wed, 24 Dec 2025 12:48 PM (IST)
help-desk-cum-document-collection-center-made-operational-in-banaskantha-and-vav-tharad-districts

Vav-Tharad Sir Help Desk: બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 (SIR) વેગવંત બન્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને જરૂરી માર્ગદર્શન મળી રહે અને ખાસ કરીને 'No Mapping' તેમજ 'Uncollectable (EF)' કેટેગરીના મતદારો પોતાના પુરાવા સરળતાથી જમા કરાવી શકે તે માટે જિલ્લામાં કુલ 11 કચેરીઓ ખાતે ‘હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર’ કાર્યરત કરવામાં આવ્યા છે.

naidunia_image

કલેક્ટર કચેરી ખાતે સેન્ટરનું ઉદ્દઘાટન

પાલનપુર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી.પી. પટેલના હસ્તે રિબન કાપીને આ ખાસ હેલ્પ ડેસ્ક સેન્ટરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચૂંટણી શાખાના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

naidunia_image

ક્યાં અને ક્યારે મળશે આ સુવિધા?

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી.જી. નિનામાએ વિગતો આપતા જણાવ્યું હતું કે:

  • કુલ સેન્ટર: બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં મળીને કુલ 11 સેન્ટર શરૂ કરાયા છે.
  • સ્થળ: પાલનપુર અને થરાદ કલેક્ટર કચેરી ખાતે એક-એક સેન્ટર અને બાકીના 9 સેન્ટર મતદાર નોંધણી અધિકારીઓની કચેરીઓ ખાતે શરૂ કરાયા છે.
  • સમય: જાહેર રજાઓ સિવાય આ સેન્ટર સવારે 10:00 થી સાંજે 6:10 સુધી કાર્યરત રહેશે.

ફોર્મ અને માર્ગદર્શન

આ સેન્ટરો પર નવા મતદારો માટે ફોર્મ-6, વિદેશી મતદારો માટે 6અ, નામ કમી કરવા માટે 7 અને માહિતી સુધારવા કે સ્થળાંતર માટે ફોર્મ-8 સંબંધિત કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને જે મતદારોના નામ 'No Mapping' માં છે તેઓ અહીં પોતાના જરૂરી દસ્તાવેજો સબમિટ કરાવી શકશે.

naidunia_image

બનાસકાંઠા જિલ્લાની મતદાર વિગતો

વિગત સંખ્યા
કુલ મતદારોની સંખ્યા ૨૬,૨૪,૯૫૨
ડ્રાફ્ટ રોલમાં સમાવિષ્ટ મતદારો ૨૪,૦૫,૩૨૫
ASD મતદારોની કુલ સંખ્યા ૨,૧૯,૬૨૭
- જેમાંથી મૃત્યુ પામેલા મતદારો ૬૫,૧૨૨
- ગેરહાજર મતદારો ૨૧,૨૯૧
- કાયમી સ્થળાંતર કરનારા મતદારો ૧,૧૧,૭૪૪

જિલ્લાના 9 વિધાનસભા વિસ્તારોમાં મતદારોની સ્થિતિ નીચે મુજબ છે:

તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય “પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતો મતદાર યાદીમાં સામેલ ન થાય” તેવો છે. જો તમને પણ તમારી મતદાર ઓળખપત્ર (Voter ID) સંબંધિત કોઈ પણ મૂંઝવણ હોય, તો આ હેલ્પ ડેસ્ક સેન્ટરની મુલાકાત લઈ શકો છો.