Ambaji Temple News: બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિવાળી-નૂતન વર્ષના તહેવારમાં અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર દ્વારા આ સમયપત્રકનાફેરફારની સર્વે માઈભક્તો તથા જાહેર જનતાને નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અખબારી યાદી જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે, આગામી દિવાળીના તહેવારો તેમજ નૂતન વર્ષના પાવન દિવસો દરમિયાન દર્શનાર્થે આવતા યાત્રાળુઓની સુવિધા ખાતર મંદિર ખાતે આરતી અને દર્શનના સમયમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો
નૂતન વર્ષ એટલે કે બેસતા વર્ષના દિવસે 10 નવેમ્બર, મંગળવાર (કારતક સુદ એકમ) ના રોજ માતાજીને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. ત્યારબાદ 11 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી મંદિરના દર્શન સમયપત્રકમાં વિશેષ વ્યવસ્થા રહેશે. તહેવારો પૂર્ણ થયા બાદ 15 નવેમ્બર, રવિવારથી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબ નિયમિત થઈ જશે.
આરતી અને દર્શનનું નવું સમયપત્રક
બેસતું વર્ષ (10 નવેમ્બર, મંગળવાર 2026)
- પ્રાતઃ આરતી: સવારે 6:00 કલાકે, દર્શન સવારે 6:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી
- રાજભોગ: બપોરે 12:00 કલાકે, દર્શન બપોરે 12:30 વાગ્યાથી સાંજે 4:15 વાગ્યા સુધી
- સંધ્યા આરતી: સાંજે 6:30 કલાકે, દર્શન સાંજે 7:00 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી
11 નવેમ્બર, બુધવારથી 14 નવેમ્બર, શનિવાર સુધી
- પ્રાતઃ આરતી: સવારે 6:30 કલાકે, દર્શન 7:00 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી
- રાજભોગ: બપોરે 12:00 વાગ્યે, દર્શન બપોરે 12:30 વાગ્યાથી સાંજે 4:15 વાગ્યા સુધી
- સંધ્યા આરતી: સાંજે 6:30 કલાકે, દર્શન સાંજે 7:00 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી
15 નવેમ્બર, રવિવાર 2026 થી રાબેતા મુજબનો સમય
- પ્રાતઃ આરતી: સવારે 7:30 કલાકે, દર્શન 8:00 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી
- રાજભોગ: બપોરે 12:00 વાગ્યે, દર્શન બપોરે 12:30 વાગ્યાથી સાંજે 4:15 વાગ્યા સુધી
- સંધ્યા આરતી: સાંજે 6:30 કલાકે, દર્શન સાંજે 7:00 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી
